લંડન, તા. 04
તમને જાણીને નવાઈ ઉપજશે કે ઈન્ટરનેટ માટે જે પાસવર્ડ રાખવામાં આવે છે તેમાં એક ટકાતો માત્ર 10 વખત અનુમાન લગાવીને પાસવર્ડ નાંખવાથી તમારું ઈ-મેઈલ, ફેસબુક કે અન્ય એકાઉન્ટ હૅક કરી શકાય છે.
આ તમામ બાબતો કેમ્બ્રિજ યુનિવર્સિટીના શોધકર્તાઓ જોસેફ બોનેઆના સંશોધનથી જાણવા મળ્યું હતું. તેમના આ અભ્યાસને આગામી મે મહિનામાં 'ઈન્સ્ટિટયૂટ ઑફ ઈલેકટ્રિકલ્સ એન્ડ ઈલેકટ્રોનિક્સ એન્જિનિયર્સ'ના કેમ્પસમાં આયોજિત એક સુરક્ષા સંમેલનમાં પ્રસ્તુત કરવામાં આવશે. બોનેઆના શોધને યુનિવર્સિટીની વિજ્ઞપ્તિ 'ધ ઈકૉનોમિસ્ટ'માં પણ સ્થાન મળ્યું છે.
તેમને 'યાહૂ'ના માધ્મયથી સાત કરોડ અજ્ઞાત પાસવર્ડ સુધી પહોંચ્યા હતા. જેમાં તેમને આંકડાઓ, સૂચનાઓ વગેરેની જાણકારીનો ઉપયોગ કર્યો હતો. શોધણાં યુવાનોની સરખામણીએ જૂના ઈન્ટરનેટ યૂઝરોનો પાસવર્ડ વધુ સુરક્ષિત જોવા મળ્યો હતો. જર્મન અને કોરિયાઈ લોકોના પાસવર્ડ વધુ સુરક્ષિત હતા તો ઈન્ડોનેશિયાઈ યૂઝરોનો પાસવર્ડ ખૂબ સુરક્ષિત હતો. જે લોકોનું એકાઉન્ટ હૅક થયું હતું તે લોકોએ સુરક્ષિત પાસવર્ડ માટે કોઈ મહેનત નહોતી ઉઠાવી.