Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 08:42:50 PM IST
 

પરવીન ટાઈમ મેગેઝીનનાં કવરપેજ પર આવનાર પ્રથમ હિરોઈન હતી

Apr 04, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Parveen babi Amitabh Bachhan Bollywood Mahesh Bhatt comment     E-Mail     Print    
 
Viewed: 7140
Rate: 4.4
Rating:
Bookmark The Article

મુંબઈ 4, એપ્રિલ

1970-80નાં દશકામાં પોતાની બોલ્ડ બ્યૂટીનો જાદુ પ્રસરાવનાર ગુજરાતની અભિનેત્રી પરવીન બાબીનો જન્મ 4થી એપ્રિલ 1949માં જૂનાગઢમાં થયો હતો. તો પોતાના માતા પિતાનું એકનું એક સંતાન હતી. પરવીન જૂનાગઢના નવાબના વહિવટકર્તા વલી મહોમ્મદ બાબીની દિકરી હતી. જો કે પરવીન માત્ર 7 વર્ષની હતી, ત્યારે તેનાં પિતાનું અવસાન થયું હતું. 

ઓરંગાબાદ અને અમદાવાદમાં શિક્ષણ મેળવ્યા બાદ પરવીન બાબી 1972માં એક મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં પ્રથમ વાર તેનાં સેક્સી લુકને જોઈને તેને 1973 ફિલ્મ 'ચરિત્ર' માં ઓફર મળી હતી. આ ફિલ્મમાં પરવીનની સાથે ક્રિકેટર સલીમ દુરાની હતા. જો કે, તેની આ ફિલ્મ સુપર ફ્લોપ રહી હતી. આ ફિલ્મનાં શુટિંગ દરમિયાન પરવીન કોલેજમાં ભણતી હતી.

પરંતુ તેની કિસ્મત અમિતાભ બચ્ચન સાથેની 1974માં આવેલી 'મજબૂર' ફિલ્મથી બદલાઈ હતી. પરવીન બાબીએ પોતાના સારાં અભિનયથી 70નાં દશકામાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું હતું. પરવીન બાબીએ પોતાના કેરિયરમાં અમિતાભ બચ્ચન સાથે 'દિવાર' 'નમક હલાલ' 'અમર અકબર એન્થોની' 'શાન' 'કાલિયા' 'ખુદ્દાર' 'મજબૂર' જેવી યાદગાર ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તે સમયમાં પરવીન બાબી અને અમિતાભ બચ્ચનની જોડી બોલિવૂડમાં પ્રખ્યાત બની ગઈ હતી. પરવીનની આખરી ફિલ્મ 'આકર્ષણ' હતી, જેના બાદ તે 10 વર્ષ સુધી અમેરિકામાં રહી હતી.

પરવીન બાબીએ આજીવન લગ્ન કર્યા ન હતા. જો કે પરવીનનું નામ મહેશ ભટ્ટ, કબીર બેદી અને ડેની સાથે ચર્ચામાં રહ્યું હતું. પરવીન બાબી એવી પ્રથમ બોલિવૂડની અભિનેત્રી હતી, જેની તસવીર 'ટાઈમ' મેગેઝિનનાં કવર પેજ પર છપાઈ હતી. પરવીન બાબી તેનાં મુંબઈનાં ફ્લેટ ખાતે 22મી જાન્યુઆરી 2005માં મૃત હાલતમાં મળી હતી. બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેની મૃત્યુ તો ત્રણ દિવસ પહેલાં જ થયું હતું.

રાઈટર અને ડાયરેક્ટર મહેશ ભટ્ટ સાથેનાં નજીવા સંબંધોમાં મળેલી નિષ્ફળતાએ પરવીનને મનથી તૂટી ગઈ હતી. તેના બાદ તેણે ફિલ્મો કરવાની છોડી દીધી હતી. અમેરિકાથી 10 વર્ષે પરત આવ્યાં બાદ તેણે અમિતાભ બચ્ચન પર આરોપ લગાવ્યાં હતાં.

સિઝોફ્રેનિયાથી પીડિત પરવીન બાબીએ 1992માં કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી કે અમિતાભ બચ્ચન તેનાં મોતનું ષડયંત્ર રચી રહ્યો છે. જો કે પરવીન કોઈપણ જાતનાં સબૂત કોર્ટ સમક્ષ હાજર કરી શકી ન હતી. જેના કારણે કોર્ટ દ્રારા આ કેસને બંધ કરવામાં આવ્યો હતો. જો કે એક સમયે અમિતાભ અને પરવીન બાબી બોલિવૂડનાં દર્શકોની પ્રિય જોડી હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com