ઇસ્લામાબાદ 04, એપ્રિલ
લશ્કરે તૌયબાના પ્રમુખ અને મુંબઇ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદે કહ્યું કે અમેરિકા જ્યારે ઇચ્છે ત્યારે તેની સાથે સંપર્ક કરી શકે છે. આ જાણકારી એક મીડિયા રિપોર્ટમાં સામે આવી છે.
સઇદે જિયો ટીવીના કેપિટલ ટોક કાર્યક્રમમાં કહ્યું કે, હું ખુલ્લેઆમ મારૂં જીવન વ્યતીત કરી રહ્યો છું અને અમેરિકા જ્યારે ઇચ્છે ત્યારે મારો સંપર્ક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ સોમવારે રિવાર્ડ્સ ફોર જસ્ટીસ કાર્યક્રમ હેઠળ સઇદ અંગે સુચના આપનારને એક કરોડ ડોલર ઇનામ અને હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી અંગે સુચના આપનારને 20 લાખ ડોલર ઇનામ આપવાની ઘોષણા કરી હતી. સઇદે કહ્યું કે અમેરિકા સરકાર ભારતના ઇશારે કામ કરી રહી છે અને તે પોતાના નિર્ણય નથી લઇ રહી.
સઇદને આ પહેલા અલજજીરા ટીવી ચેનલને કહ્યું હતું કે અમેરિકાએ આ પગલું એટલા માટે ઉઠાવ્યું છે કારણ કે તે અફઘાનિસ્તાન માટે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) ની આપુર્તિ માર્ગ ખોલવાની વિરૂદ્ધ રેલીઓ આયોજીત કરી રહ્યું છે. ગત 26 નવેમ્બરના રોજ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમમાં મોહમ્મદ એજન્સીમાં સ્થિત પાકિસ્તાની સેનાની બે ચોકીઓ પર નાટો દ્વારા કરવામાં આવેલા હવાઇ હુમલામાં 20થી વધુ પાકિસ્તાની સૈનિકોના મોત નિપજ્યા હતા.
તેને લઇને પાકિસ્તાનમાં આક્રોશ વધી ગયો હતો. આ ઘટના બાદ પાકિસ્તાને પોતાના દેશની બહાર થઇને જનારી નાટોની આપુર્તિ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને અફઘાનિસ્તાનમાં ભાવી કાર્યયોજના પર કેન્દ્રીય એક આતંરરાષ્ટ્રીય સમારંભનો બહિષ્કાર કરી દીધો હતો. તેણે અમેરિકાથી શમ્સી હવાઇ અડ્ડાને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો, જેનો ઉપયોગ તે ડ્રોન હુમલામાં કરતો હતો.