લંડન 4, એપ્રિલ
આર એન્ડ બી સ્ટાર રિહાના કહે છે કે તેની આગામી ફિલ્મ 'બેટલશીપ' માં તેને અભિનય કરવામાં તકલીફ પડી હતી. 24 વર્ષીય પોપ ગાયિકા રિહાનાનું કહેવું છે કે તેને આ ફિલ્મનાં રોલ માટે સૈન્યનું પ્રશિક્ષણ લેવું પડ્યું હતું.
રિહાના કહે છે કે જ્યારે મારે સૈન્યનું પ્રશિક્ષણ લેવું પડ્યું હતું ત્યારે મને મારી ગાયકી છોડવા પર આશ્ચર્યં થઈ રહ્યું હતું. હું ફિલ્મનાં શુટિંગ દરમિયાન કેટલીય વખત પડી હતી અને વળી પાછી ઊભી થઈ ગઈ હતી. મારે પુશ અપ પણ કરવા પડ્યાં હતાં. જો કે તેને અભિનય કરવો સહેવું લાગ્યું નથી.