મુંબઈ 4, એપ્રિલ
સબ ટીવી પર આવતી સિરીયલ 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' નાં કલાકારો જેઠાલાલ અને દયાની લોકપ્રિયતા એટલી બધી છે કે જાણે સલમાન ખાન અને કરિના કપૂર.
તાજેતરમાં જ આ બંને કલાકારોને જોવા માટે એક મકાનની છત પર દર્શકોની ભીડ જામી ગઈ હતી, પરંતુ આ મકાનની છત દર્શકોનો ભાર ખમી શકી નહીં ને પડી ગઈ હતી. જેમાં 24 લોકો ઘાયલ થયાં હતાં.
પાંડેસરા ગુજરાત હાઉસીંગ બોર્ડ જલારામ નગરનાં એક શો રૂમનાં ઉદ્દઘાટનમાં જેઠાલાલ અને દયા હાજરી આપવા આવ્યાં હતાં. ત્યારે રવિવારે શો રૂમની પાસેનાં જલારામ નગરનાં ઈશ્વર સોનીનાં મકાનની છત પર દર્શકો તેમને જોવા ઉપર ચડ્યાં હતાં. જ્યાં અચાનક છત તૂટી જતાં 24 લોકો ઘાયલ થયાં હતાં.