મુંબઈ 4, એપ્રિલ
'પાન સિંઘ તોમર' ફિલ્મમાં દમદાર અભિનય કર્યાં બાદ ઈરફાન ખાન હવે નવી અભિનેત્રી અદિતી રાવ સાથે રોમાન્સ કરતો જોવા મળશે. શિવમ નાયર આ નવી ફિલ્મનું દિગ્દર્શન કરશે. આ ફિલ્મ લખનઉની પૃષ્ઠભૂમિ પર આધારિત રહેશે. ઉપરાંત ફિલ્મમાં સ્થાનિક ભાષાનો ઉપયોગ કરવામા આવશે.
નાયરે જણાવ્યું હતું કે અદિતી અને ઈરફાનની જોડી આ ફિલ્મમાં જામશે. જો કે આ ફિલ્મની કહાની રોમેન્ટિક નથી. તેમ છતાં ફિલ્મની કહાની લોકોને ગમશે. અદિતી શહેરની યુવતીનું પાત્ર ભજવશે. જો કે હજુ સુધી ફિલ્મનું નામ નક્કી કરવામાં આવ્યું નથી. અદિતીએ અનુ મેનનની ફિલ્મ 'લંડન ન્યૂયોર્ક પેરિસ' માં અલી ઝાફર સાથે જોવા મળી હતી.