નવી દિલ્હી 04, એપ્રિલ
અંગ્રેજી અખબાર દ્વારા દિલ્હીમાં સૈન્ય ટુકડીઓ આવવાનો દાવો કર્યા બાદ પ્રમુખ વિપક્ષી પાર્ટી બીજેપીએ સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. ભાજપ પ્રવક્તા રવિ શંકર પ્રસાદે સરકાર પર વાર કરતા કહ્યું કે યુપીએ સરકારમાં નિર્ણય લેવાની શક્તિ નથી. તેઓએ કહ્યું કે સરકાર અને સૈન્યની વચ્ચે તઘલખી દેશ હિતમાં નથી. બંનેની વચ્ચે સંબંધો પહેલાની માફક જ હોવા જોઇએ.
ભાજપા પ્રવક્તાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મનમોહનસિંહ આજે ઘણાં દિવસો બાદ બોલ્યા છે. તેઓએ કહ્યું કે સરકાર તરફથી કરવામાં આવેલું ખબરોનું ખંડન માન્ય રાખવું પડશે. સરકારને આ પ્રકારની ખબરો પર વિરામ લગાવવો જોઇએ. આ પ્રકારની ખબરો દેશ હિતમાં નથી.