Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 03:14:15 AM IST
 

પાંચ વર્ષમાં હાર્ટએટેક માટે રસી !

Apr 04, 2012 Offbeat
 
Tags:   Health Vaccine Heartattack London Study comment     E-Mail     Print    
 
Viewed: 777
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન, તા. 04

વર્તમાન સમયમાં હાર્ટએટેક સૌથી મોટી બીમારીના રૂપે ઊભરી આવી છે. આનાથી મુક્તિ મેળવવા માટે વૈજ્ઞાનિકો સતત પ્રયોગ કરી રહ્યા છે. જે અંતર્ગત વૈજ્ઞાનિકોને એક મોટી સફળતા હાથ લાગી છે.

વૈજ્ઞાનિકોએ એક રસી તૈયાર કરી છે, જે હાર્ટએટેકમાં ઘણી સહાયક હશે.  હૃદયની ધમનીઓમાં ચરબી જમા થવાથી થનારા હાર્ટએટેકમાંથી મુક્તિ અપાવવા માટે આ રસી મૂકાવવી પર્યાપ્ત છે. આ રસી પાંચ જ વર્ષની અંદર બનીને તૈયાર થઈ જશે. આ રસી રક્તવાહિનીમાં ઘાતક કોલેસ્ટ્રોલના ઉચ્ચ સ્તરને ઓછું કરીને લોહીના દબાણને કાબૂમાં રાખશએ. સ્વીડન સ્થિત લુંડ યુનિવર્સિટીના પ્રયોગાત્મક હૃદય તંત્રિકા શોધ વિભાગના પ્રાધ્યાપક ડેન નિલસનને કહ્યું કે લોકો આ જીવલેણ બીમારીથી મુક્તિ મેળવવા માંગે છે. તેઓ એક પારંપરિક પ્રદ્ધતિ કરતાં અલગ પ્રકારની સારવાર હોય તેની શોધ કરી રહ્યા છે. આ રસીની સાથે જ સારવારની હાલની રીત પણ અપનાવાશે. ડેન નિલસનની સાથે લોસએન્જલસના કેડાર્સ સિનાઈ ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર પ્રદ્યુમન શાહ પણ રસી શોધનાર ટીમના એક સભ્ય છે. આ રસીનો પ્રયોગ એક ઉંદર પર કરાયો હતો. જેમાં જોવા મળ્યું કે હૃદયની ધમનીમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ આ રસીથી 60થી 70 ટકા ઓછું કરે છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com