ઉજ્જૈન, તા. 04
જૈન ધર્મની ઉત્તપત્તિ સંસ્કૃત શબ્દ 'જિન'થી થઈ છે જેનો અર્થ છે કે તે વ્યકિતઓ પોતાની અપરા પ્રકૃતિ, મનોવિકારો, હિંસા, ઘૃણા વગેરે પર કાબૂ મેળવી લીધો છે. જૈન ધર્મનું યોગ્ય નામ જિન ધર્મ, જેનો સીધો અર્થ છે કે મન અને ઈન્દ્રિયોને જીતનાર આત્મજયી.
જૈન ધર્મમાં તીંથકર શબ્દ મહત્વપૂર્ણ છે જેનો અર્થ છે જૈન ગુરુ, જે ચાર સૂત્રી પરંપરાઓને સ્થાપિત કરે છે. જૈન ધર્મ પ્રમાણે ક્રોધ, લાલચ અને વાસના જેવા વધારાના શત્રુઓ પર વિજય મેળવનાર અરિંહત કહેવાય છે. આ તમામ ગુણો પોતાના જીવનમાં ઉતારનાર
વર્તમાન બિહાર રાજ્યમાં તત્કાલિન ક્ષત્રિય રાજા સિદ્ધાર્થની રાણી તેમજ વૈશાલી નરેશ ચેટકની સર્વગુણ સંપન્ન પુત્રી ત્રિશલાના ગર્ભથી આજથી 2500 વર્ષ પૂર્વ શનિવાર, 19 માર્ચના રોજ ચૈત્ર શુક્લ પક્ષ 13ના જન્મ લેનાર જૈન ધર્મના 24માં તીર્થંકર મહાવીર સ્વામી હતા.આ દિવસે દુનિયાના તમામ જૈન ધર્મીઓ મહાવીર જયંતીના રૂપમાં પૂરા ઉત્સાહ, ઉમંગ તેમજ આનંદના વાતાવરણના રૂપમાં મનાવે છે. મહાવીરના ઉપાસક જૈન ધર્મ પાલન કરનાર ચાર પ્રકારના દાન આપવામાં વિશ્વાસ કરે છે જ્ઞાનદાન, અભયદાન, ઔષધદાન અને આહાર દાન આ ઉપરાંત ખાસ કરીને આ દિવસે ગૌ હત્યા રોકવા માટે દાન આપે છે.
મહાવીર સ્વામીનું જીવન ત્યાગ તથા સંયમનું અદભુત ઉદાહરણ છે. જેમને પોતાની 12 વર્ષની તપસ્યામાં માત્ર 350 દિવસ જ ભોજન કર્યું હતું. મહાવીરનું વ્યકિતત્વ વિલક્ષણ હતું. તથા દર્શન અદ્વિતીય હતું જે સમગ્ર માનવજાતના કલ્યાણની ભાવનાથી ઓતપ્રોત હતું. તેમને પોતાના દર્શન અને ઉપદેશોથી માનવીય જીવનના સ્તરને સુધારવાના તમામ સંભવ પ્રયત્નો કર્યા. તેમના દર્શન અંતર્ગત નૈતિકતા આધારિત વ્યવહારથી આદ્યાત્મિકતામાં શ્રેષ્ટતા લાવવાની ઝાંખી સ્પષ્ટ દેખાઈ પડે છે. અત્રે યાદ રહે કે ભારતની આઝાદી મહાત્મા ગાંધીને મહાવીર દ્વારા બતાવેલ અહિંસાના સિદ્ધાંતના માધ્યમથી મેળવી હતી. પૂરી દુનિયામાં વર્તમાનમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ પરસ્પર વાતચીત અને સહયોગથી ઉકેલી શકાય તેમ છે. મહાવીર સ્વામીએ તમામ પ્રકારનો ભેદભાવ, જાત, વર્ગભેદ વગેરેનો સદા વિરોધ કર્યો હતો. અને કહ્યું હતું કે જે તમે પોતાની માટે ઈચ્છતા હોવ તો એવું અન્ય માટે પણ ઈચ્છો.
આજના મહાવીર જન્મકલ્યાણકના પાવન પ્રસંગે આપણે સૌએ દ્વઢ સંકલ્પ લેવો જોઈએ કે શાંતિદૂત મહાવીરના ઉચ્ચ આદર્શો તથા ઉપદેશોને વિશ્વના પ્રત્યેક સમાજનાં લોકોને આનાથી અવગત કરાવવા જોઈએ.