નવી દિલ્હી, તા. 04
એકબાજુ સર્વિસ ટેકસ વધવાથી તમારું પોકેટ ખાલી થઈ રહ્યું છે તો બીજી તરફ ગરમી આવવાથી શાકભાજીના ભાવ આકાશને આંબી રહ્યા છે. ખાસ કરીને લાલ ટમાટરના ભાવમાં વધારો થયેલો જોવા મળ્યો છે.
દેશભરમાં ટમાટર 30થી 40 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં શાકભાજી વિક્રેતાઓની વાત માનીએ તો આજકાલ માર્કેટમાં ઓછી આવકને લીધે ટમાટરના ભાવ વધી ગયા છે. કેટલાક દિવસો પહેલાં 10થી 15 રૂપિયા સુધી કિલો વેચાતા ટમાટર હવે 30થી 40 રૂપિયા સુધી મળી રહ્યા છે. દિલ્હી એનસીઆરની માર્કેટમાં હંમણાં સુધી અમદાવાદથી ટમાટર આવી રહ્યા છે. અને આટલે દૂર માલ આવવાથી કિંમતોમાં પણ વધારો થયો છે. મુંબઈમાં ટમાટર 36 રૂપિયાથી લઈને 40 રૂપિયા કિલો મળી રહ્યા છે.