Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 06:32:34 AM IST
 

વર્ષ ૨૦૧૨માં ૧૩ આઇપીઓ પાછા ખેંચાઇ ગયા

Apr 04, 2012 Business > Daily Trading Technicals
 
Tags:   BSE Nifty Daily Trading Exchange IPO comment     E-Mail     Print    
 
Viewed: 516
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઇ, તા. ૪

વર્ષ ૨૦૧૨માં અત્યાર સુધીમાં ૧૩ આઇપીઓ પાછા ખેંચાઇ ગયા છે.એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝના હેડ જગન્નાધમ થુનગુંટલાના રિપોર્ટ પ્રમાણે આ આઇપીઓમાંથી લગભગ રૃ. ૫૬૦૩ કરોડની રકમ એક્ત્ર થનાર હતી. આઇપીઓ પાછા ખેંચનારી કંપનીઓમાં માઇક્રોમેક્સ, એમ્બેસી પ્રોપર્ટી, જોયાલુક્કાસ, લોકમત મીડિયા, વીઆરએલ લોજિસ્ટિક, અરાવલી ઇન્ફ્રાપાવર સિમેન્ટિક સ્પેસ ટેકનોલોજીનો સમાવેશ થાય છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૧માં ૨૯ કંપનીઓએ આઇપીઓ લાવવાનું ટાળ્યું હતું. આ ૨૯ કંપનીઓ દ્વારા રૃ. ૩૨૪૦૦ કરોડ ઊભા કરવાનું આયોજન હતું.

આ તમામ ૪૨ કંપનીઓમાં સેબીએ આપેલી માન્યતાની અંતિમ તારીખ વીતી ગઇ છે. એક વર્ષ સુધી આ કંપનીઓને આઇપીઓ લાવવાનો મેળ પડયો નથી. આના કારણે કંપનીઓની વિસ્તરણ યોજનાઓ પર ચોક્કસપણે અસર થઇ છે. ખાનગી કંપનીઓ જ નહીં, સરકારની બ્લુચિપ કંપનીઓ પણઆઇપીઓ લાવી શકી નથી. ઓએનજીસીના ઓક્શનને ઠંડો પ્રતિસાદ મળ્યા બાદ પબ્લિક ઇશ્યુ માર્કેટના સેન્ટિમેન્ટને સખત આઘાત લાગ્યો છે. સેકન્ડરી માર્કેટની તેજી અને એફઆઇઆઇનું રોકાણ આઇપીઓ માર્કેટને ફરી જીવંત કરી શકે એમ છે.  
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com