અમદાવાદ, તા. ૪
ગુજરાતમાં ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓ માટે ગુજરાતને મળતી સહાયમાં વધારો થયો છે. ૨૦૧૧-૧૨નાં વર્ષમાં નાબાર્ડ દ્વારા ગુજરાતને અપાતી સહાયમાં ૫૦ ટકાનો વધારો થયો છે.
૨૦૧૧-૧૨માં આ સહાય વધીને રૂ . ૪,૩૪૦ કરોડ થઇ છે. આ ગાળામાં ગુજરાતને ગ્રામીણ વિકાસની ૧૬૧ યોજનાઓ માટે રૂ . ૧,૫૧૬ કરોડનું ધિરાણ મંજૂર કરાયું છે, આમાં નર્મદાની મુખ્ય નહેરનું વાત્રક મેશ્વો અને માઝુમ જેવા મુખ્ય જળાશયો સાથે જોડવાના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. કૃષિવિકાસ માટે સાત ટકા વ્યાજેથી રૂ . ૨,૪૨૯ કરોડની લોન વિતરિત કરાઇ છે. જિલ્લા સહકારી સંસ્થાઓને સીધા ધિરાણ પેટે રૂ . ૨૦૫ કરોડ ખેતપેદાશોના સંગ્રહ માટે સુવિધા ઊભી કરવા રૂ . ૬૯ કરોડ અને સૌર ઊર્જા માટે રૂ . ૧૬ કરોડ અપાયા છે.