મુંબઇ, તા. ૪
નેશનલ સ્પોટ એક્સચેન્જ હવે ઇ-ગોલ્ડને એક ગ્રામના સોનાના સિક્કામાં ફેરવી આપશે એવી જાહેરાત કરવામાં આવી છે. નેશનલ સ્પોટ એક્સચેન્જના એમડી અંજની સિંહાએ જણાવ્યું કે, ઇ-ગોલ્ડની હાજર ડિલિવરી માટે એક ગ્રામના સિક્કા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે આ પ્રોડક્ટનું યુનિક પાસું રહેશે. આ ઉપરાંત રિટેલ ઇન્વેસ્ટર અને એચએનઆઇ માટે ઝીરો હોલ્ડિંગ કોસ્ટ સાથે રોકાણનો ઓપ્શન આપવામાં આવે છે.
એક્સચેન્જને ઇ-ગોલ્ડ લોન્ચ કર્યે બે વર્ષ થઇ ગયા છે. ડીલીવરી ઓપ્શમાં એનએસઇએલ આઠ ગ્રામ, ૧૦ ગ્રામ, ૧૦૦ ગ્રામ અને એક ગ્રામના સિક્કાનો વિકલ્પ આપે છે. નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં ઇ ગોલ્ડ સેગ્મેન્ટમાં ટોટલ ટર્નઓવરમાં એનએસઇએસનો ૧૭ ટકા હિસ્સો રહ્યો છે.