જે કન્યાના વિવાહ ન થતાં હોય, મનોવાંછિત વર ન મળતો હોય, વિવાહના સારા પ્રસ્તાવ ન આવતા હોય કે સંબંધ બંધાતો કે નક્કી ન થતો હોય તો નીચેના ઉપાયો જરૂર અજમાવવા જોઈએ
* કન્યાના વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય ત્યારે કન્યાએ વિવાહ અંગેનો વાર્તાલાપ ચાલતો હોય તે સમયે નવાં વસ્ત્રો પહેરવાં જોઈએ. આ નવાં વસ્ત્રોનો રંગ એવો હોવો જોઈએ કે જોનારાઓની આંખમાં તે ખૂંચે નહીં.
* ત્રણસો ગ્રામના નાળિયેરનું ઝાડુ (સાવરણી) લઈને તેને કોઈ ચાર રસ્તા પર લઈ જઈ ખોલીને ત્યાં નાખી આવવાથી વિવાહનો યોગ સર્જાય છે.
* વિવાહમાં વિલંબ થતો હોય તેવી કન્યાએ શુભ મુહૂર્તમાં અથવા ગુરુ પુષ્ય યોગમાં કેળના મૂળને પીળા કપડામાં લપેટીને ભૂરા અથવા પીળા દોરામાં પોતાના ગળામાં પહેરવો, તેનાથી વિલંબ દૂર થાય છે.
* દુર્ગા સપ્તશતીનો નિત્ય પાઠ કરવાથી પણ વૈવાહિક વિઘ્નો અવશ્ય દૂર થાય છે.
મનોવાંછિત વરની પ્રાપ્તિ માટે
* મનોવાંછિત વર ઇચ્છતી હોય તેવી કન્યાએ સોળ સોમવારનું વ્રત કરવું જોઈએ તથા દરેક સોમવારે કોઈ શિવાલયમાં જઈને પારદ શિવલિંગ પર જળનો અભિષેક કરવો જોઈએ.
વિવાહનો પ્રસ્તાવ લાવવા માટે
* સુદ પક્ષના બુધવારે ગૌરી-ગણેશનું ચિત્ર અથવા મૂર્તિનું ધૂપ, દીપ, પુષ્પ, બુંદીના લાડુ અને દૂર્વાથી પૂજન કરવું. તે સાથે ગણપતિજીને પ્રાર્થના કરવી કે પોતાનો વિવાહ શીઘ્ર કરાવે. આ પ્રયોગથી શીઘ્ર વિવાહનો પ્રસ્તાવ જરૂર આવશે.
વૈવાહિક સંબંધ નક્કી કરવા
* ઘરના પૂજા સ્થળે એક બાજઠ પર પીળું વસ્ત્ર પાથરવું અને ચાંદીની ડબ્બી (ચાંદીની ડબ્બી ઉપલબ્ધ ન હોય તો અન્ય કોઈ ડબ્બી ચાલે)ને પવિત્ર કરીને તેમાં સિંદૂર સાથે અગિયાર લવિંગ તથા તેટલું કપૂર તેમાં મૂકવું. તેની સાથે અલાયદી પીળા રંગની ચૂંદડી પર લાલ રંગના પાતળા દોરાથી શ્રી લક્ષ્મીનારાયણ નમો નમઃ લખીને રાખવું. આ પ્રયોગ વૈવાહિક સંબંધ બનાવવામાં મદદરૂપ નીવડે છે.
* ૩૦૦ ગ્રામ બેસનના લાડુ, એક કેસરની ડબ્બી, લોટના બે પેંડા, ૧૨૫ ગ્રામ ગોળ, ભીની ચણાની દાળ તેમાં મૂકવી. હવે હળદરની માળાથી ૐ બ્રૃં બૃહસ્પતયે નમઃ મંત્રનો ત્રણ માળા જપ કરવો. જપ કર્યા પછી પ્રણામ કરીને ઊભા થઈ જવું. ચાંદીની ડબ્બી
બાંધી પૂજા સ્થાનમાં જ મૂકવાથી વૈવાહિક સંબંધ બનાવવામાં સરળતા રહે છે.
* પીળા રંગની ચૂંદડી કોઈ પણ લક્ષ્મી-નારાયણનાં મંદિરમાં અર્પણ કરવી. કેસરની ડબ્બીને પવિત્ર સ્થાને મૂકી દઈ તે કેસરમાંથી દરરોજ એક એક તારનું સેવન કરવું અને પાણીમાં પલાળી તેનું તિલક કરવું. આ પ્રયોગનું પરિણામ અવશ્ય મળે છે.
* જે કન્યા વિવાહને યોગ્ય થવા છતાં તેનો વિવાહ થતો ન હોય તો તેને પાંચ કેરેટનું પીળા રંગનું પોખરાજ રત્ન સોનામાં જડાવીને ગુરુવારે જમણા હાથની તર્જની આંગળીમાં પ્રાતઃકાળ સૂર્યોદયના પ્રથમ કલાકમાં ઈશાન ખૂણા અથવા પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરાવીને ધારણ કરાવી દેવો. ધારણ કરતાં પહેલાં દૂધ, સાકર અને ગંગાજળમાં આ વીંટીને શુદ્ધ અવશ્ય કરાવી લેવી. ધારણ કરતી વખતે કન્યાએ મનમાં ૐ બ્રહ્મ બૃહસ્પતયે નમઃ મંત્રનો જપ કરવો જોઈએ. ધારણ કર્યા પછી ગાયને લીલા ઘાસનો ભોગ ધરાવવો જોઈએ. આ ઉપાયના પ્રભાવથી તેનો શીઘ્ર વિવાહ થાય છે.