Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 09:40:48 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

સંબંધોને તોડે છે લાલ ગુલાબ

Apr 04, 2012 Supplements > Nakshatra
 
comment     E-Mail     Print    
 
Viewed: 1962
Rate: 3.0
Rating:
Bookmark The Article

ફેગશૂઈ

તમે વેલેન્ટાઇન્સ ડે અથવા સારા પ્રસંગ પર તમારા મિત્રો કે સંબંધીઓને લાલ રંગનાં ગુલાબનો બુકે આપવા જાવ ત્યારે સાવધાન રહેજો. ફેંગશૂઈ પ્રમાણે લાલ ગુલાબને શુભ માનવામાં આવતું નથી અને જો તે કાંટા સાથે હોય તો...

* કાંટાને અશુભ ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. લાલ ગુલાબને તેના કાંટા સાથે કોઈને આપવામાં આવે તો તેની સાથે સંબંધ વધારે ટકતો નથી. જો તમે આવું કરો તો તમે સંબંધ કે પ્રેમ તોડવાની શરૂઆત કરી દીધી છે એટલે તેનાથી બચવું.

* કેટલાક પૂર્વી દેશો (ચીન, જાપાન વગેરે)માં જૂની પરંપરાઓ અને માન્યતાઓ અનુસાર કોઈ રોગીને લાલ ગુલાબ અથવા બુકે ભેટમાં ન આપવો. એનાથી રોગ ઘટવાને બદલે વધે છે. રોગીને પીળા રંગનાં અને કાંટા વગરનાં ગુલાબ ભેટમાં આપવાં જોઈએ. ઘાટા રંગનાં ગુલાબ ભેટમાં ન આપવાં. તેને ફેંગશૂઈમાં અશુભ માનવામાં આવે છે.

* લાલ રંગ કે ઘાટા રંગનાં ગુલાબ પ્રેમસંબંધો પર અશુભ પ્રભાવ પાડે છે. કાંટા સાથે તેનો નકારાત્મક પ્રભાવ બે ગણો વધી જાય છે. આવાં ગુલાબ આપવાવાળી અને લેવાવાળી વ્યક્તિ વચ્ચે વધારે લાંબા સંબંધો રહેતા નથી. તેમની વચ્ચેની મિત્રતા તૂટી જાય છે.

* કાંટાવાળાં ગુલાબ પતિ-પત્ની એકબીજાંને આપે તો સંબંધોમાં કડવાશ આવે છે. આ વાંચીને તમારે બધાં જ ગુલાબને પોતાના શત્રુ ન માનવા. પીળાં ગુલાબ તથા બીજાં પીળાં ફૂલો તમારા શુભચિંતક બની શકે છે. લાલ ગુલાબને તેના રંગના કારણે અશુભ માનવામાં આવે છે.

* તમારા શુભચિંતક, મિત્રો, સંબંધીઓ વગેરેને પીળાં ગુલાબ (કાંટા વગરનાં) ભેટમાં આપવાં. ફેંગશૂઈમાં પીળા રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. પીળાં ગુલાબમાં યેંગ ઊર્જા અને પૃથ્વીની ભૂ-ઊર્જા હોય છે. જે બધા પર શુભ પ્રભાવ પાડે છે.

* નવાં પરણેલાં અથવા પ્રેમી-પ્રેમિકાએ પહેલી વખત એકબીજાંને પીળાં ગુલાબનો બુકે ભેટમાં આપવો. તેનાથી પ્રેમસંબંધ મજબૂત બને છે. તેનાથી પ્રેમસંબંધમાં ઉત્સાહ અને તાજગી બની

રહે છે.

* કોઈને પણ ભેટમાં બનાવટી અને સૂકાં ફૂલ ક્યારેય ન આપવાં. ફેંગશૂઈ પ્રમાણે તે મૃત્યુતુલ્ય કહેવાય છે. ઘરમાં સજાવટ અને યિન ઊર્જાની વૃદ્ધિ માટે ગુલાબી ગુલાબ લગાડવાં, પરંતુ તેમાં કાંટાને અલગ કરી નાખવા.  

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com