Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 03:53:00 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

શત્રુશમન માટે ઉપયોગી નક્શ

Apr 04, 2012 Supplements > Nakshatra
 
comment     E-Mail     Print    
 
Viewed: 3736
Rate: 3.2
Rating:
Bookmark The Article

નક્શ-એ-સુલેમાની

શત્રુ એક એવો શબ્દ છે જેનાથી આજના યુગમાં સૌ કોઈ વાકેફ છે. વ્યક્તિ સારી હોય કે ખરાબ કોઈ ને કોઈ રૂપે તેના શત્રુ તો હોય જ છે. જોકે શત્રુ-શત્રુમાં ફરક હોય છે. લોકોની ભલાઈ માટે 'નક્શ-એ-સુલેમાની' માંથી કેટલાક નક્શ અહીં પ્રસ્તુત છે. જેનાથી તમે લાભ મેળવી શકો છો અને બીજાને પણ કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય.

આ નક્શોનો તમે સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી ઉપયોગ કરશો તો એ વાત નિશ્ચિત છે કે ઈશ્વર તમારી મદદ કરશે અને તમારા દુશ્મનના ઇરાદાઓને નાકામ કરીને તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડશે. આ નક્શોની મદદથી તમે જો કોઈનું ખરાબ ઇચ્છતા હશો તો તમારી પ્રાર્થના સ્વીકાર નહીં થાય. તેનો ઉપયોગ તમને શત્રુના ખરાબ ઇરાદાઓથી બચાવશે અને શત્રુ તમારી પ્રગતિમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો નહીં કરી શકે તથા તમે પ્રગતિ કરી શકશો.

નક્શ-૧

જો તમે કોઈ શત્રુની હરકતોથી હેરાન-પરેશાન હો તો તમે આ નક્શનો ઉપયોગ કરો. આ નક્શને સાફ-સફેદ કાગળ પર કાળી શાહીથી લખીને તેનું તાવીજ બનાવીને જમણા હાથના બાવડા પર બાંધવું.

નક્શ-૨

જો કોઈ વ્યક્તિ કે શત્રુ તમને નીચું દેખાડવા માગતો હોય અને તમને બેઈજ્જત કરવા માગતો હોય તો આ નક્શનો ઉપયોગ કરો. શત્રુ કોઈ પણ રીતે તમને બેઈજ્જત નહીં કરી શકે અને તમારું માન-સન્માન જળવાઈ રહેશે. આ નક્શને ચોખ્ખા સફેદ કાગળ પર લખો અને તેનું તાવીજ બનાવીને જમણા હાથના બાવળે બાંધો.

નક્શ-૩

જો કોઈ તમારી વિરુદ્ધ બોલતું હોય અથવા ઓફિસમાં તમારા વિરુદ્ધ અધિકારીઓની કાનભંભેરણી કરતું હોય તો તેમને તેમ કરતા રોકવા માટે આ નક્શ ખૂબ જ અસરકારક છે. આ નક્શને ૧૧થી ૨૧ દિવસ સુધી કેસર અને હળદરનાં મિશ્રણથી લખો અને તેના પર થોડું સુગંધિત તેલ અથવા અત્તર લગાવીને તેને સળગાવી દો. તેનાથી શત્રુનો શત્રુતાપૂર્ણ વ્યવહાર ઓછો થશે અને તે તમારા વિરુદ્ધ બોલવાનું બંધ કરી દેશે. જો જરૂર પડે તો તેનો પ્રયોગ ૪૦ દિવસ પછી ફરીથી કરી શકાય.

નક્શ-૪

આઈના-એ-અમલિયાતમાં દુશ્મનની જુબાન બંધ કરવા માટે એક નક્શ આપવામાં આવ્યો છે જે ખૂબ જ અસરકારક અને સફળ છે. આ નક્શને લખીને વહેતા પાણીના કિનારે એટલે કે કોઈ પણ નદીના કિનારે દબાવી દેવાથી દુશ્મન તમારા વિરુદ્ધ બોલવાનું બંધ કરી દેશે.

નક્શ-૫

આઈના-એ-અમલિયાતમાં બીજો પણ એક નક્શ છે જે દુશ્મનને તમારા વિરુદ્ધ બોલતા બંધ કરવા માટે બહુ અસરકારક છે. તેને ચોખ્ખા સફેદ કાગળ પર કાળી શાહીથી લખીને તમારા જમણા હાથના બાવડા પર બાંધો. તેનાથી દુશ્મન તમારા વિરુદ્ધ બોલવાનું કે ષડ્યંત્ર રચવાનું બંધ કરી દેશે. આ નક્શ ખૂબ જ સફળ છે.

નક્શ-૬

જો હંમેશાં માનસિક અશાંતિ અનુભવાતી હોય અને શત્રુઓની હરકતો અને અન્ય મુસીબતોથી પરેશાન હો તો આ નક્શનો ઉપયોગ કરો. આ બહુ સફળ નક્શ છે અને તેના ઉપયોગથી ચોક્કસ લાભ થશે. તેની અસરથી માનસિક શાંતિ અને રાહત અનુભવાશે. આ નક્શને સફેદ કાગળ પર કાળી શાહીથી લખો અને તેનું તાવીજ બનાવીને જમણા હાથના બાવળા પર બાંધો.

આ બધા જ નક્શ પવિત્ર અને અજમાવેલા છે. કોઈ વિદ્વાનની સલાહ પ્રમાણે આ નક્શ બનાવવા જોઈએ. આ પવિત્ર નક્શનો ઉપયોગ કરીને તમે તમારા શત્રુ સામે રક્ષણ મેળવી શકો છો.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com