Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 02:47:44 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

હસ્તાક્ષર સુખપ્રાપ્તિનું અક્ષયપાત્ર

Apr 04, 2012 Supplements > Nakshatra
 
comment     E-Mail     Print    
 
Viewed: 2486
Rate: 4.7
Rating:
Bookmark The Article

હસ્તાક્ષર સંદેશ - પંડિતરત્ન વ્રજકિશોર ધ્યાની

હસ્તાક્ષર હાથથી ભલે અંકાતા હોય, પરંતુ તેમાં દિલ-દિમાગની સંયુક્ત છાપ હોય છે. આ દિલ-દિમાગનું સર્જન ચૌદલોકોમાં પ્રાપ્ત થતું અમોઘ આવાહન છે. કીર્તિપ્રાપ્તિ પહેલાંનું આચમન છે અને સ્વર્ગનાં સુખ સમાવતું વહાલું ચુંબન છે. કેસર, અમૃત, સુગંધ, ચંદનયુક્ત સૌભાગ્ય છે. તારાગણોનું સામુહિક પ્રકાશગાન છે. હસ્તાક્ષર જિંદગીમાં જેનાથી સર્વોચ્ચ સૌષ્ઠવ પ્રાપ્ત થાય છે, મુસ્કાનસભર આમંત્રણ પ્રાપ્ત થાય છે અને અલ્લડ, સુખભર્યો ચમત્કાર સર્જાય છે એ પ્રસંગનું પ્રમાણભૂત, પ્રાણભર્યું પ્રેરકબળ અને પ્રદાર્પણ છે. હસ્તાક્ષર સમીક્ષા કરનાર સમીક્ષકોનું પ્રિય ગુંજન છે.

આત્મવિભોર કરાવે, ગદ્ગદ્ બનાવી દે, કૃપાનિધાન કરુણા પ્રાપ્ત કરાવે, પવિત્ર ગંગાના જળનો અભિષેક બને, શીતલ છાયા બની જીવન આત્મસાત્ કરાવે. એ પ્રભુસ્વરૂપે હસ્તાક્ષર બનીને જીવન સાથે આખરી દમ તક સાથ સથવારો આપે છે. એ હસ્તાક્ષરનો પાડ પ્રભુ, ગુરુ, જનેતા જેટલો જ માનવો રહ્યો.

હસ્તાક્ષર એ પ્રભાતનું પ્રથમ કિરણ છે, સંધ્યાની લાલિમા છે. રાત્રિની ચાંદની છે, જીવનસંગિનીની જેમ સાક્ષી બની પ્રત્યેક ધન્ય પળોને ઐતિહાસિક બનાવે છે. હસ્તાક્ષર સૃષ્ટિનું પ્રથમ હાસ્ય, વહાલ, લાવણ્ય અને વ્યક્તિત્વનો લલકાર છે, તો પડકાર પણ છે. હસ્તાક્ષરની યોગ્યતા વ્યક્તિની આવડત, ક્ષમતા તેમજ સિદ્ધિ સાબિત કરનારી શક્તિ છે. આ શક્તિની તાકાત અસામાન્ય છે. પ્રત્યેક કણ ભેગા થઈને બનતો મેરુ પર્વત જે સ્થિરતા મેળવે છે એ સ્થિરતા પ્રત્યેક અક્ષરો ભેગા થઈ હસ્તાક્ષરરૂપી ધવલગિરિ બને છે. આકાશમાંથી ડોકિયાં કરતા ગ્રહો, તારાઓ, નક્ષત્રો, નિહારિકાઓ, સૂર્ય, ગ્રહણો, ઉલ્કાપાતો વ્યક્તિઓને સંદેશો આપે છે કે હસ્તાક્ષરના સાંનિધ્યમાં જીવનની ચરમસીમાએ ભાગ્યબળને પ્રાપ્ત કરવાની કોઠાસૂઝ સુવર્ણાક્ષરે લખાતા હસ્તાક્ષરો છે. જેનું અભિવાદન કરતા અમે માનવોને અપ્રાપ્ય ચીજોનું દર્શન કરાવીએ છીએ અને એ દ્વારા વિધાતાએ લખેલા છઠ્ઠીના લેખોનું સમર્થન કરી સુખ-ઐશ્વર્ય પ્રદાન કરીએ છીએ. મોતીઓના ઢગલાંમાંથી લઈ શકો એટલાં મોતી લઈ લો. આ મોતી બીજાં કોઈ નહીં, પરંતુ હસ્તાક્ષરો છે. જેની સિગ્નેચરમાં માળારૂપે ગોઠવી એક કંઠમાળા બનાવી સૌભાગ્યની પૂર્તિ કરો. સંપૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરાવનાર કર્મરૂપે હસ્તાક્ષર સૌ પ્રબળતાના પ્રેરક છે.

જેમ પતિ-પત્ની એકબીજાંને સમજે, ઓળખે અને જીવનધુરા સંભાળે તેમ હસ્તાક્ષરને પણ સમજવાની, ઓળખવાની અને એની સાથે સુસંગત થવાની જરૂર છે. જે ઉકેલ જલદી ઉકેલાય એ સૌ પસંદ કરે છે. બગીચામાંથી ગુલાબનું ફૂલ સૌ પ્રથમ ચૂંટાઈ જાય છે. ચૂંટણીમાં લોકપ્રિય નેતા તરત જ ચૂંટાઈ આવે છે. બજારમાં વેચાતી ચીજોમાંથી શ્રેષ્ઠ ચીજોનું ચયન તરત થઈ જાય છે. તેમ હસ્તાક્ષર માટે અક્ષરો ઉપસેલા લેવાના હોય એવી પસંદગી કરવાનું જાણી લો, શીખી લો. લાભ કરાવે એ જ લેવાય. ખોટ કરાવે એને ભૂલી જાવ. હસ્તાક્ષર અંગત અને જાહેર બંને કક્ષાના લાભો આપવા સમર્થ છે. સમર્થને સૌ પૂછે છે. હસ્તાક્ષરની શુભ્રતાથી વ્યક્તિઓ સમર્થ બને છે. એ વાત સૌને વિદિત છે. સાક્ષરતાની ઓળખ છે સંચિત કર્મોનો સંપુટ. અક્ષયપાત્ર હોય તો એ હસ્તાક્ષર છે. જાદુગરના થેલામાંથી અસંખ્ય ચીજો નીકળતી હોય છે એમ વિધાતાએ લખેલા લેખમાંથી અગણિત સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે હસ્તાક્ષરનું માધ્યમ ખૂબ ઉપયોગી નીવડે છે. માનવી પાસે આશા, અરમાનો હોય છે, મહત્ત્વકાંક્ષા હોય છે. આ બધું ક્ષતિ વિના પાર પાડવા માટે સરળ ઉપલબ્ધ અને આત્મીય માધ્યમ હસ્તાક્ષર પૂરું પાડે છે. ભગવાને હાથ જેમ ભોજન આરોગવા, કામકાજ કરવા, પૂજા અર્ચન કરવા આપ્યા છે તેમ હાથનો ઉપયોગ વિદ્યાપ્રાપ્તિ અને મગજના આધારે સાનુકૂળ વાતાવરણ બનાવી સફળતા પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ.

હસ્તાક્ષર એ સૌથી શ્રેષ્ઠ હસ્તકલા છે. હસ્તકલાથી કવિઓ ઊર્મિભરી કવિતા, પેઇન્ટર કુદરતી ચિત્રકામ, યોદ્ધાઓ જંગ લડવાનું કામ અને પ્રોફેસર-શિક્ષકો વિદ્યા આપે છે. એજ હાથ સિગ્નેચર કરાવી કર્મયોગ દ્વારા ઇચ્છાપૂર્તિ કરાવે છે.

ઇચ્છિત મનોકામનાઓ વિના વિલંબે પૂર્ણ કરવા હસ્તાક્ષર યંત્ર, હસ્તાક્ષર તંત્ર કે હસ્તાક્ષર મંત્રને સાધવાથી ફળશ્રુતિ મળે છે. કામ ફક્ત એક જ છે. સરળ, સ્પષ્ટ, સમજાય એવી અર્થપૂર્ણ સિગ્નેચર કરો. જેમ ડિશમાં સલાડ ગોઠવીને મૂકીએ છીએ, થાળી સજાવીએ છીએ, ઘરને શણગારીએ છીએ તેમ હસ્તાક્ષરનો યોગ્ય શણગાર સામા પક્ષકાર પાસે પ્રશંસાના શબ્દો કહેવડાવે છે. દેવ અને દાનવો જેમ લડયા કરતા હતા તેમ આપણા શરીરમાં પણ રહેલાં શુભ અને અશુભ તત્ત્વો વચ્ચે આંતરિક લડાઈ ચાલતી હોય છે. શરીરમાં શ્વેતકણો ઓછા થાય ત્યારે પ્રતિકારશક્તિ ઘટી જાય છે અને માનવી બીમાર, રોગિષ્ઠ બને છે તેમ સહીમાં પણ પ્રતિકારશક્તિ ઘટી જાય ત્યારે કર્મ નેગેટિવ બનતાં જાય છે અને પર્વત પર ચઢવા માગતો માણસ ખીણમાં આવી પડે છે.

બે વાહનો ટકરાય ત્યારે જ અકસ્માત થયો ન ગણાય. બે હૈયાં ખોટી રીતે ટકરાય ત્યારે પણ અકસ્માત મારક પ્રકારનો બને છે. પારિવારિક મતભેદોને દૂર ન કરીએ તો વૈમનસ્ય જમા થાય છે અને એ બધું બાળીને ખાખ કરવા માટે તૈયાર થઈ જાય છે. હસ્તાક્ષરનું કામ અવરોધ દૂર કરવા, શાંતિ, સુખ અને સંતોષનું વાતાવરણ સર્જી ઉત્તમ પરિણામો આપવાનું છે. હસ્તાક્ષર ઉપયોગ માટે છે દુરુપયોગ માટે નહીં. તલવાર જેમ મારવા માટે નહીં પણ સ્વરક્ષણ માટે છે તેમ.

હસ્તાક્ષરને ભરોસાપાત્ર મિત્ર સમજો. મિત્રતા વધારો અને મૈત્રીભાવથી સહિયારાં કામોમાં લાભ મેળવો. ઘણા લોકો ભાગીદારીથી વ્યાપાર કરે છે. શું ભાગીદારી લડવા માટે છે કે એકબીજાને સહકાર આપી સરખા ભાગે જવાબદારી ઉપાડવા માટે છે? તેમ હસ્તાક્ષરને જીવનનો એક ભાગીદાર બનાવો. કાંઈ પણ આશા વિના એ મદદરૂપ થશે.

હસ્તાક્ષરની સ્થિતિ પાણી જેવી છે. પાણી જે પાત્રમાં હોય તેવો આકાર લઈ લે છે તે જ પ્રમાણે હસ્તાક્ષર પણ વ્યક્તિને અનુરૂપ થાય છે. વધુ અનુકૂળતા મેળવવા હસ્તાક્ષરની યથાર્થતા સમજનાર વ્યક્તિ હસ્તાક્ષરને કાપી નાંખીને કે નિર્દયતાથી હનન કરીને અપમાન તો નહીં જ કરે. અપમાન ભારે પડી શકે છે, સન્માનથી ચાર ચાંદ લાગી શકે છે.

હસ્તાક્ષર આપણી પ્રોપર્ટી છે, તેથી આપણે તેને આપણી રીતે સમૃદ્ધ અને આકર્ષક બનાવી શકીએ છીએ. મલિનતા જેમાંથી દૂર થાય તે શુદ્ધ બને છે તેમ હસ્તાક્ષરમાંથી પણ મલિનતારૂપી ક્ષતિઓ દૂર કરી મહામાનવ બની શકાય છે.               

signaturesignificance@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com