Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 03:23:44 AM IST
 

મુંબઇનો શાનદાર વિજય

Apr 04, 2012 Sports > IPL 2013
 
Tags:   Cricket IPL 5 Mumbai Indians Chennai Super Kings comment     E-Mail     Print    
 
Viewed: 3749
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

ચેન્નાઇ, તા. ૪

ચેન્નાઇ ૧૧૨, મુંબઇ ૧૧૫/૨, લેવીના ૩૫ બોલમાં ૫૦

ઇન્ડિયન પ્રીમિયર લીગની પાંચમી સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સે પોતાના અભિયાનની ધમાકેદાર શરૃઆત કરી છે. બોલર્સના ચુસ્ત પ્રદર્શન બાદ રિચાર્ડ લેવીના ૩૫ બોલમાં ૫૦ રનની સહાયથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ સામે મુંબઇ ઇન્ડિયન્સનો ૮ વિકેટે વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતાં ચેન્નાઇ ૧૧૨માં ખખડી ગયું હતું. મુંબઇએ આ લક્ષ્યાંક ૧૬.૫ ઓવરમાં વટાવી લીધું હતું.

અહીંના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મહેન્દ્રસિંહ ધોની માટે ટોસ હારવાનો સિલસિલો જારી રહ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સના નવા સુકાની હરભજને ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. મુંબઇની ટીમમાં કેરોન પોલાર્ડ, રિચાર્ડ લેવી, જેમ્સ ફ્રેન્કલીન, લસિત મલિંગા જ્યારે ચેન્નાઇની ટીમમાં ડ્વેન બ્રાવો, ફેફ ડુ પ્લેસી, આલ્બી મોર્કેલ, ડગ બોલિંજર એમ ચાર વિદેશીને સામેલ કરાયા હતા. મુંબઇની ટીમમાં મુનાફ પટેલને બહાર બેસાડવામાં આવતા આશ્ચર્ય સર્જાયું હતું.

લેવી છે કોણ?

દક્ષિણ આફ્રિકાના આ ઓપનરે ન્યૂઝીલેન્ડ સામે ટ્વેન્ટી૨૦માં ૪૫ બોલમાં સદી ફટકારી હતી. જે આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી૨૦માં ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ છે. ૨૪ વર્ષીય લેવીએ પ્રથમ કક્ષાની ૪૨ ટ્વેન્ટી૨૦ મેચમાં ૧૫૦ની સ્ટ્રાઇકરેટથી ૧૦૦૭ રન નોંધાવેલા છે. આઇપીએલની હરાજીમાં લેવીનો કોઇ લેવાલ નહોતો. જોકે, કિવીઝ સામે ફાસ્ટેસ્ટ સદી ફટકાર્યા બાદ લેવીને ખરીદવા ફ્રેન્ચાઇઝીઓમાં પડાપડી થઇ હતી.

૬૩ બોલમાં એકેય બાઉન્ડ્રી નહીં

ચેન્નાઇની ઇનિંગ્સમાં કુલ ૬ બાઉન્ડ્રી અને ૧ સિક્સર જોવા મળી હતી. જે પૈકી ચેન્નાઇ ૯.૩ ઓવર બાદ એકેય બાઉન્ડ્રી ફટકારી શક્યું નહોતું. આ ઉપરથી જ મુંબઇની ચુસ્ત બોલિંગનો અંદાજ આવી શકે છે.

 
ચેન્નાઇ સુપર કિંગ્સ
રન
બોલ
ડુ પ્લેસી રનઆઉટ (રાયડુ)
વિજય કો.હરભજન બો. ફ્રેન્કલીન
૧૦
૧૭
રૈના કો. મલિંગા બો. ઓઝા
૩૬
૨૬
બ્રાવો કો. પોલાર્ડ બો. ઓઝા
૧૯
૧૯
મોર્કેલ કો. ઓઝા બો. પોલાર્ડ
બદ્રીનાથ કો. હરભજન બો. પોલાર્ડ
૧૦
૧૬
ધોની રન આઉટ(નચીમ/ર્કાિતક)
જાડેજા બો. મલિંગા
અશ્વિન રનઆઉટ (હરભજન/ર્કાિતક)
જકાતી અણનમ
૧૦
બોલિંજર કો. રોહિત બો. મલિંગા

એક્સ્ટ્રા : ૧૨, કુલ : (૧૯.૫ ઓવરમાં) ૧૧૨.વિકેટ : ૧-૪ (ડુ પ્લેસી, ૦.૪), ૨-૩૮ (વિજય, ૫.૫), ૩-૭૫ (રૈના, ૯.૫), ૪-૮૦ (બ્રાવો,૧૧.૨), ૫-૮૫ (મોર્કેલ, ૧૨.૪), ૬-૯૫ (ધોની, ૧૫.૧), ૭-૯૯ (બદ્રિનાથ, ૧૬.૧), ૮-૧૦૩ (અશ્વિન, ૧૭.૧), ૯-૧૦૪ (જાડેજા, ૧૭.૬), ૧૦-૧૧૨ (બોલિંજર, ૧૯.૫).   બોલિંગ : મલિંગા : ૩.૫-૦-૧૬-૨, અબુનચિમ : ૨-૦-૧૭-૦, હરભજન : ૪-૦-૨૪-૦, ફ્રેન્કલીન : ૨-૦-૧૮-૧, ઓઝા : ૪-૦-૧૭-૨, પોલાર્ડ : ૪-૦-૧૫-૨.

મુંબઇ ઇન્ડિયન્સ
રન
બોલ
લેવી કો. બોલિંજર બો. બ્રાવો
૫૦
૩૫
તેંડુલકર રિટાયર્ડ હર્ટ
૧૬
૧૫
રોહિત કો. ધોની બો. બોલિંજર
રાયડુ અણનમ
૧૮
૧૮
ફ્રેન્કલીન અણનમ
૨૫
૩૦

એક્સ્ટ્રા : ૦૬, કુલ : (૧૬.૫ ઓવરમાં, ૨ વિકેટે) ૧૧૫. વિકેટ : ૧-૬૯ (લેવી, ૭.૫), ૨-૭૦ (રોહિત, ૮.૩), ૨-૭૨ (તેંડુલકર રિટાયર્ડ હર્ટ, ૮.૬). બોલિંગ : મોર્કેલ : ૪-૦-૨૦-૦, બોલિંજર : ૩.૫-૦-૩૪-૧, અશ્વિન : ૪-૦-૨૦-૦, જાડેજા : ૧-૦-૧૬-૦, બ્રાવો : ૩-૦-૧૪-૧, જકાતી : ૧-૦-૮-૦.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com