નવી દિલ્હી 4, એપ્રિલ
કઝાકિસ્તાનના અસ્તાના ખાતે ગુરુવારથી લંડન ઓલિમ્પિક્સ માટે બોક્સિંગની એશિયન ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ શરૂ થશે. ૨૦૦૮માં બ્રોન્ઝ મેડલ વિજેતા વિજેન્દર માટે લંડન ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ થવા આ છેલ્લી તક છે. ક્વોલિફાઇ થવા વિજેન્દરને ઓછામાં ઓછું ફાઇનલમાં પહોંચવું જ પડશે. વિજેન્દર સહિત છ બોક્સર્સ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા છે. ભારતના ચાર બોક્સર્સ લંડન ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ થઇ ચૂક્યા છે.