અમદાવાદ, તા. ૪
ડિગ્રી ઇજનેરી-ફાર્મસી, મેડિકલ-ડેન્ટલ સહિતના વ્યાવસાયિક અભ્યાસક્રમ માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(ગુજકેટ) આવતી કાલે તા. ૫ એપ્રિલે રાજ્યભરમાં લેવાશે, જેમાં આશરે ૧,૧૨,૯૭૩ વિદ્યાર્થીઓ બેસશે. દરેક પરીક્ષાસ્થળ પર વર્ગ એકના અધિકારી ઉપરાંત વીડિયોગ્રાફી પણ કરાશે. પરીક્ષાનું પરિણામ વેબસાઇટ પર તા. ૩ મેના રોજ, જ્યારે માર્કશીટ તા. ૧૪ મેએ વિતરીત કરવામાં આવશે.
- દરેક પરીક્ષાસ્થળની વીડિયોગ્રાફી થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતી કાલે ગુરુવારે ગુજકેટ પરીક્ષા રાજ્યના ૨૭ ઝોન અને ૨૮ પરીક્ષાકેન્દ્રો પરથી ૧,૧૨,૯૭૩ વિદ્યાર્થીઓ બેસશે. દરેક પરીક્ષાસ્થળ પર વર્ગ એકના અધિકારી તૈનાત કરાયા હોવાથી કુલ ૪૬૯ અધિકારીઓ ફરજ બજાવશે. દરેક પરીક્ષાસ્થળ પર વીડિયોગ્રાફી કરાશે. પરીક્ષામાં કુલ ૧૨૦ ગુણના ત્રણ પ્રશ્નપત્રો રહેશે, જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રીનું ૮૦ ગુણનું પ્રશ્નપત્ર સવારે ૧૦થી૧૨ કલાક દરમિયાન, બાયોલોજીનું ૪૦ ગુણનું પ્રશ્નપત્ર બપોરે ૧થી૨ કલાક દરમિયાન અને મેથેમેટિક્સનું પ્રશ્નપત્ર ૪૦ ગુણનું બપોરે ૩થી૪ કલાક દરમિયાન રહેશે. ધો. ૧૨ સાયન્સ પછીના વ્યાવસાયિક અભ્યાસક્રમ પ્રવેશની ‘ગુજકેટ’ આજે લેવાશેદરેક પરીક્ષાસ્થળની વીડિયોગ્રાફી અને અધિકારીઓને ફરજ પર મુકાયા
હોવાથી સ્ક્વોડની રચના કરવામાં આવી હતી. એક વર્ગખંડમાં ૨૦ વિદ્યાર્થી અને બે નિરીક્ષકો હશે. અમદાવાદ શહેરમાંથી ૧૨,૧૭૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડે જે વિદ્યાર્થીઓને હોલટિકિટ ન મળી હોય તેવા વિદ્યાર્થીઓને ઉલ્લેખનીય છે કે રાજ્યના દરેક જીલ્લામથકો પર પરીક્ષાકેન્દ્રો નિયત કરવામાં આવ્યાં છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સિવાયના જે વિદ્યાર્થીઓ ગુજકેટ આપવાના છે, તેવા વિદ્યાર્થીઓને હોલટિકિટ ન મળી હોય તો તેવા કિસ્સામાં ઓનલાઇન હોલટિકિટ માન્ય ગણાશે તેવું બોર્ડના પરીક્ષાસચિવ જી. એમ. રબારીએ જણાવ્યું હતું, તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની ઓનલાઇન હોલટિકિટ માન્ય ગણાશે નહીં.
કયા ગ્રૂપના કેટલા વિદ્યાર્થી