રાજકોટઃ
કિસાન યાત્રાને લીલીઝંડી આપવા તા. ૬ ના રોજ મુખ્યમંત્રી રાજકોટ આવી રહ્યા હોય અને તેમનો આ કાર્યક્રમ માર્કેટ યાર્ડમાં ગોઠવાયો હોય સરકારી તંત્રોએ વ્યવસ્થા ગોઠવવાના બહાને બે દિવસ અગાઉથી જ ખેડૂતોને માલ લઈ આવવા દેવાનું બંધ કરાવતા આજે ગામડેથી માલ લઈ આવેલા ખેડૂતો માટે સમસ્યા ઉભી થઈ હતી. સરકારી તંત્રોએ વ્યવસ્થા ગોઠવવા માટે યાર્ડના સતાધિશોની વાત ધ્યાને લીધા વગર લીધેલા નિર્ણયો યાર્ડના સંચાલકો માટે પણ મુશ્કેલીરૂપ સાબિત થયા હતા.
- માલ સાથે આવેલા ખેડૂતોએ પાછા જવું પડયું
હાલ માર્કેટ યાર્ડમાં કપાસ, લસણ, ઘઉંની ચિક્કાર આવક ચાલું છે અને ખેડૂતો પણ નાણાં છુટા કરવા માટે માલ લઈને યાર્ડ ઉપર આવતા હોય તેવા સમયે અચાનુક જ યાર્ડમાં માલ હરાજી માટે લેવાનું બંધ કરાવી દેવાયું હતું . કિસાન યાત્રા તા. ૬ ના રોજ શરૃં થઈ રહીછે અને તેમાં કપાસ સહિતની ખેત પેદાશના અપુરતા ભાવનો મુદો જ મુખ્ય રાખવામાં આવ્યો છે. જો કે, આ યાત્રા શરૃં થાય તે પહેલા આજે ખેડૂતોએ પરેશાની વેઠવી પડી હતી.