ડાર્વિન 5, એપ્રિલ
ઓસ્ટ્રેલિયાનાં પાયલોટે વિમાનને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. વિમાનમાં એક સાપ ડેશબોર્ડ પાસેથી સરકતો સરકતો પાયલોટની કેબિનમાં પહોચી ગયો હતો, જેના કારણે પાયલોટે અધિકારીઓની મંજૂરી લઈને વિમાનનું લેન્ડિંગ કરવું પડ્યું હતું.
મંગળવારે પાયલોટ બ્રાડેન બ્લેનેરહાસેટ એક માલવાહક વિમાનને ડાર્વિનથી ઓસ્ટ્રલિયાનાં ઉત્તરીય ક્ષેત્રમાં લઈ જઈ રહ્યો હતો, ત્યારે વિમાનનાં કોકપિટમાં સાપ જોવાયો હતો.
પાયલોટે જણાવ્યું હતું કે, "સાપને કેબિનમાં જોઈ મારાં હર્દયનાં ધબકારા વધી ગયાં હતાં, જ્યારે મેં વિમાનને નીચે ઉતાર્યું ત્યારે તે મારા પગ પરથી સરકીને નીચે ઉતરી ગયો હતો. જો કે આ એક સારો અનુભવ હતો."
ડાર્વિનનાં સીમા ક્ષેત્રમાં એરપોર્ટનાં નિર્દેશક ગ્રેફરી હંટે જણાવ્યું હતું કે, "પાયલોટે સારી રીતે સ્થિતિને કંટ્રોલમાં કરી હતી. અમે સાપને પકડીને જંગલ વિસ્તારમાં મૂકી દીધો હતો."