Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 12:41:38 AM IST
 

ટીવી અભિનેત્રીની હુક્કાબારમાં ધરપકડ

Apr 05, 2012 Entertainment > Tellywood
 
Tags:   Bombay Hookah Bar Saath Nibhana Saathiya TV Actress Arrested Vivek Oberoi comment     E-Mail     Print    
 
Viewed: 18748
Rate: 4.0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 5, એપ્રિલ

મુંબઈની પોલીસે ખાર પોશ વિસ્તારમાંથી ગઈ રાત્રે એક હુક્કાબારમાં છાપો મારતાં એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી સહિત 15 યુવક યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બારમાં છાપો માર્યો ત્યારે ટીવી અભિનેત્રી પોતાનાં મિત્ર વર્તુળ સાથે નશામાં હતી.

પોલીસકર્મીઓ દ્રારા ખાર ખાતે આવેલાં હુક્કાબારમાં રાત્રે 2 વાગે છાપો મારવામાં આવ્યો હતો, જ્યાં ટીવી અભિનેત્રી અને અમીર બાપની અમીર ઓલાદોએ પોલીસ પર હુમલો કર્યો હતો. મીડિયા પર નશાની હાલતમાં ભડકેલી અભિનેત્રી 'સાથ નિભાના સાથિયા'ની વહુ ગોપી એટલે કે જીયા માનેક સામેલ હતી.

મુંબઈ પોલીસની સમાજસેવાની શાખાએ કોસ્મિક રેસ્ટોબારમાં પ્રથમ આઈપીએલની મેચ જોઈ નશાની લિજ્જત માણતાં 15 યુવક યુવતીઓની ધરપકડ કરી હતી. જો કે ત્યાં સુધીમાં બારમાં માલિક અને મેનેજર ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં. અગાઉ 29 માર્ચ 2012નાં રોજ વિવેક ઓબેરોયની આ જ રીતે હુક્કાબારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com