લંડન 5, એપ્રિલ
હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝને ફ્રિયાર્સ ક્લબ તરફથી એન્ટરટેઈનમેન્ટ આઈકોન એવોર્ડ આપવામાં આવશે. એન્ટરટેઈનમેન્ટ આઈકોન એવોર્ડ મેળવનાર ટોમ ચોથા વ્યક્તિ છે. 'ધ રોક ઓફ એજેજ' સ્ટાર ટોમ ક્રૂઝ હવે ડગલસ ફેયરબેંક્સ, કેરી ગ્રાંટ અને ફ્રેંક સિનાત્રાની સૂચિમાં સામેલ થઈ જશે.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ફ્રિયાર્સ ફાઉન્ડેશન તરફથી આ ભવ્ય આયોજન 12મી જૂન વેલ્ડ્રોફ એસ્ટોરિયામાં કરવામાં આવશે. ફાઉન્ડેશનનાં અધ્યક્ષ જોસેફ જપાલાએ જણાવ્યું હતું કે, આયોજન રાત્રે ભરપૂર ચમક સાથે કરવામાં આવશે, જે ક્લબનાં ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે.
ક્લબનાં જેરી લિવાઈસે જણાવ્યું હતું કે માત્ર પોતાના ત્રણ ફિલ્મી પ્રોજેક્ટ માટે ટોમને આ એવોર્ડ આપવામાં આવશે. ટોમે પોતાના અભિનય દ્રારા સિનેમાને નવી ગ્લોબલ ઓળખ આપી છે.