Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 07:33:10 PM IST
 

શાકભાજીના ભાવમાં ભડકો, ટમાટર પણ બાકાત નહીં

Apr 05, 2012 Business > Commodity Current
 
Tags:   Commodity Tomatoes Price rise India Market comment     E-Mail     Print    
 
Viewed: 699
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 05

દેશના મુખ્ય શહેરોમાં બટાકા અને ટમાટર સહિત અન્ય શાકભાજીઓના ભાવમાં આ અઠવાડિયે તેજી જોવા મળી છે. આ દરમિયાન દિલ્હી, મુંબઈ, પટના, લખનઉ આગરા અને કાનપુરમાં પ્રમુખ શાકભાજીઓ ભાવમાં 40 ટકાનો ઉછાળો આવ્યો છે.

વેપારીઓના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં ટમાટરનો છૂટક ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ થઈ ગયો છે. આને લીધે પાકિસ્તાનને વધારે નિકાસ તથા હિમાચલ પ્રદેશથી આવકમાં વિલંબ થયો છે. તેમને કહ્યું કે બટાકા, રિંગણ, ટમાટર, લીલા વટાણાના ભાવમાં આવક ઘટવાથી વધી ગયા છે. ખેતીવાડી ઉત્પાદન સમિતી (એપીએમસી) આઝાદપુર દ્વારા પ્રકાશિત દરો પ્રમાણે પાછલા બે દિવસમાં જથ્થાબંધ માર્કેટમાં બટાકા છથી 10.50 રૂપિયા કિલોની રેંજમાં વેચાણ થઈ રહ્યું હતું.આનાથી છૂટક બજારમાં આની કિંમતો વધી ગઈ છે. આને કારણે રિંગણના ભાવ હોલસેલમાં 6થી 16 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યા છે, જ્યારે ટમાટર 5થી 22 રૂપિયા પ્રતિ કિલો રહ્યા છે. અન્ય શહેરોમાં પણ શાકભાજી મોંધી થઈ છે.
 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com