લંડન, તા. 05
'જે વીતી ગઈ તે વાત ગઈ' આ કહેવત તો તમે જરૂર સાંભળી જ હશે. તાજેતરમાં કરાયેલ સંશોધનમાં વીતેલી વાતો પર સોચવા અને પોતાના અતીતમાં ડોકિયું કરવું આ આરોગ્ય માટે અત્યંત હાનિકારક માનવમાં આવ્યું છે.
ગ્રેનાડા યુનિવર્સિટીના શોધકર્તાઓનું માનવું છે કે અતીતમાં મળેલી કડવાશ અથવા પશ્ચાતાપમાં ફસાઈને લોકો ભવિષ્યમાં બીમાર પડી શકે છે. આ શોધમાં લોકોના પોતાના અતીત પ્રત્યે દ્વષ્ટિકોણ અંગે અભ્યાસ કરાયો હતો. જેમાં તેમના અનુભવો અને સોચને તેમના આરોગ્યા સાથે જોડીને જોવામાં આવ્યો હતો. જે લોકો પોતાના ભૂતકાળ પ્રતિ ગુસ્સે હતા તે અન્યની અપેક્ષાએ વધુ સંવેદનશીલ પણ હતા. આ શોધમાં એપણ માનવામાં આવ્યું કે ભવિષ્ય અંગે ખૂબ વધુ વિચારનાર લોકોને ભલે વધુ નુકસાન ન હોય પરંતુ સ્પિરિટ ઓછી હતી.
એક સામયિકમાં પ્રકાશિત આ શોધ અનુસાર ઘણીવાર તેવા લોકો વધુ ખુશ રહેતા હોય છે. જે પોતાના વર્તમાનમાં જીવે છે. શોધકર્તા ક્રિસ્ટીન ઓયનાડેલના અનુસાર, અમને જોવા મળ્યું કે આપણાં શરીરને ભૂતકાળ પ્રતિ આપણો દ્રષ્ટિકોણ સૌથી વધુ અસર કરે છે. જો આપણે પોતાના ભૂતકાળ (અતીત) પ્રત્યે નકારાત્મક રૂપથી જોઈએ છીએ તો આપણે વર્તમાનને સકારાત્મક નથી રાખી સકતા. આનાથી આપણાં સંબંધોમાં તિરાડ સર્જાય છે, અને આગળ જતાં અનેક પ્રકારની માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.