ન્યૂયોર્ક, તા. 05
અમેરિકાના ન્યૂજર્સીમાં સંસ્કૃત શ્લોકો અને ભજન વચ્ચે ભક્તિમય સમારોહમાં સંકટ મોચન હનુમાનનું પ્રથમ અને ભવ્ય વિશાળ મંદિરની આધારશીલા રાખવામાં આવી છે. ઓલ્ડ બ્રિજ ટાઉનશીપની પાસે મંદિરની સ્થાપના માટે આયોજિત આ કાર્યક્રમમાં સેંકડો શ્રદ્વાળુઓ ભાગ લીધો હતો, જેમાં મોટી સંખ્યમાં ભારતીય તથા કેટલાક અમેરિકી પણ સામેલ હતા.
આ કાર્યક્રમમાં ન્યૂજર્સીના સાંસદ સેમ થોમ્પસન, એસેમ્બલી સભ્ય રોબર્ટ ક્લિફન, ભારતીય મૂળના અમેરિકી એસેમ્બલી સભ્યો તથા અન્યો આમાં સામેલ હતા.આ કાર્યક્રમમાં આશરે 500 લોકો હાજર હતાં. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતથી બહાર પવન પુત્ર હનુમાનનું આ પ્રથમ મંદિર હશે જે ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને ક્નેક્ટિકટની ત્રિવેણી પર સ્થાપિત થવા જઈ રહ્યું છે. આ મંદિરની સ્થાપનાનો હેતુ સંકટગ્રસ્ત લોકોની મદદ કરવાનો છએ. સંકટમાં ફસાયેલ લોકો અહીં આવીને પ્રાર્થના કરીને સંકટમાંથી મુક્તિ મેળવવા તેમજ પોતાના મનોરથ પૂર્ણ થવાનો પ્રયાસ કરી શકે છે.
મંદિરની સ્થાપના કરનાર સમિતીના આયોજકના જણાવ્યા પ્રમાણે 18 એકર જમીન અધિગ્રહણ કરાઈ છે જેમાં ચાર એકરમાં મંદિર સ્થાપિત હશે અને આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 10થી 20 લાખ ડોલર આવશે. મુખ્ય પ્રતિમા આઠ ફૂટની હશે. આ પ્રોજેકટમાં આશરે દોઢ વર્ષ થવાનો અનુમાન છે.