મુંબઈ 5, એપ્રિલ
એક વાર ફરી બોલિવૂડની હસ્તિઓ સામસામે આવી ગઈ છે. એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને ફિલ્મ પ્રોડ્યૂસર કરણ જોહર વચ્ચે શબ્દોની જંગ છેડાઈ છે. પ્રિયંકાનાં મિત્રોએ મીડિયામાં આપેલાં નિવેદનની નારાજ થઈ કરણ જોહરે પણ ટ્વીટર પર શબ્દોનાં જંગનું એલાન કર્યું છે.
મંગળવારે પ્રિયંકા ચોપરાનાં એક મિત્રએ તેનાં પક્ષમાં કહ્યું હતું કે ગૌરી ખાન, સુઝાન રોશન અને પ્રોડ્યૂસર નિર્દેશક કરણ જોહર પીસીને બદનામ કરવાની કોશિશ કરી રહ્યાં છે. જો કે પ્રિયંકાનાં આ મિત્રનું નામ તો જાહેર થયું નથી, પરંતુ તેણે આડકતરી રીતે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન અને રિતીક રોશનની પત્ની સુઝાન રોશનને નિશાન બનાવ્યાં છે.
થોડા દિવસ અગાઉ ઓપ્રા વિન્ફ્રે ભારત આવી હતી અને તેમનાં સન્માનમાં પરમેશ્વર ગોદરેજ દ્રારા મુંબઈમાં પાર્ટી રાખવામાં આવી હતી, તે જ પાર્ટીમાં ગૌરી ખાનનાં મિત્રોએ પ્રિયંકા ચોપરાને એવોઈડ કરી હતી. શાહરૂખ ખાનનાં બંગલે મન્નત પર રાખવામાં આવેલી પાર્ટીમાં પણ પ્રિયંકા સાથે આવું જ વર્તન થયું હતું અને સુઝાન રોશનનાં મકાને ફિલ્મ 'અગ્નિપથ' ની સક્સેસ પાર્ટીમાં પ્રિયંકાને આમંત્રણ જ આપ્યું નહોતું.
જો કે પ્રિયંકા ચોપરાનાં મિત્રની વાત ખોટી નથી કે જો સ્ટાર વાઈફમાં પોતાના પતિઓને લઈને ઈનસિક્યોરિટી હોય તો તેમણે પોતાનાં ઘર પર ધ્યાન આપવું જોઈએ. તેના માટે પ્રિયંકા પર આરોપ લગાવવાની કોઈ જરૂર નથી. ઉપરાંત કરણ જોહરનું નામ લીધા વિના એવું કહેવાયું છે કે પ્રિયંકા ચોપરા આ બાબતથી ખૂબ જ અપસેટ છે અને આ બધુ બોલિવૂડનાં નિર્દેશક પ્રોડ્યૂસરનાં કારણે થઈ રહ્યું છે, અને તે બોલિવૂડમાં કોઈનું પણ કેરિયર બગાડી શકે છે. તેણે એવું પણ કહ્યું હતું કે નિર્દેશક(કરણ) અપૂર્વ મહેતાની પાર્ટીમાં પ્રિયંકા વિરુદ્ધ લોકોને ભડકાવી રહ્યાં હતાં.
જો કે આ બાબતનો કરણને ખ્યાલ આવી જતાં તેણે ટ્વીટ કર્યું હતું કે, "મિત્રોનાં નામનો સહારો લઈને ભાડાનાં લોકો જોડેથી પીઆર મશીનરી દ્રારા જે કહેવાઈ રહ્યું છે તે કાયરતા છે. કેટલાક લોકોને ઉંઘમાંથી જાગવાની જરૂર છે. સમજદારી બતાવો અને સારાપણાની પરીક્ષા ના કરો."