ઇન્ટરવ્યૂ
‘સાસ બિના સસુરાલ’માં કહ્યાગરી અને સમજદાર બહૂનો રોલ નિભાવનારી ઐશ્વર્યા સકુજાએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં બોલ્ડ સીન કેટલે અંશે વાજબી ગણાય એ અંગે છુટ્ટા મને વાત કરી છે. તે કહે છે કે મને બોલ્ડ સીન કરવાની ઓફર મળે તો હું ક્યારેય ના નહીં કહું.
પાંચ ભાઈઓના ઘરમાં એક ઘરરખુ વહુ બનીને પોતાની બધી જ જવાબદારી સુપેરે નિભાવી રહેલી ટોસ્ટીનું પાત્ર ભજવી રહેલી ઐશ્વર્યાએ સ્મોલ સ્ક્રીન પર બોલ્ડ સીનની હદ શું હોઈ શકે એ અંગે ત્યારે તેનો અભિપ્રાય આપ્યો છે કે જ્યારે સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈં’માં સાક્ષી તનવર અને રામ કપૂરે હોટ કિસિંગ સીન આપ્યો છે.
* રામ કપૂર અને સાક્ષીએ આપેલા બોલ્ડ સીન વિશે તમારું શું કહેવું છે?
આ વાતને આટલી ઉછાળવાની જરૂર જ ક્યાં છે? મને તો તેમાં કશું જ ખરાબ લાગ્યું નથી. તે સીન જે રીતે પ્રર્દિશત થયો છે એ બિલકુલ યોગ્ય છે. જરા પણ અશ્લીલ લાગતો નથી. મને હોટ સીન જોવા ગમે છે જો તે યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા હોય તો...
* તમને જો આ પ્રકારના સીનની ઓફર કરવામાં આવે તો?મારી સિરિયલના પાત્રની ડિમાન્ડ હશે તો મને આ પ્રકારના સીન આપવામાં વાંધો નથી.
*બોલ્ડ સીન કરતાં હિચકિચાહટ થશે?મને નથી લાગતું કે મારે જો બોલ્ડ સીન કરવાનો વારો આવે તો હું પોતાને અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરું. જો ક્યારેક આ પ્રકારના સીન આપવા પડે તો હું રેડી છું.
* બિગ સ્ક્રીન પર ઝંપલાવવાનો વિચાર છે?હાલમાં તો કોઈ એવી ખાસ ઓફર નથી. મને મોડલિંગની ઓફર હતી તે કેમ્પેઈન મેં હાલમાં જ પૂરું કર્યું છે, પણ જો ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળે તો કોણ ઠુકરાવે?