બાતોં બાતોં મેં
મનીષામેમે બોલિવૂડમાં નિર્માત્રી બનીને કમબેક કરવાની સાથે હિરોઈન તરીકે ધડાધડ ત્રણ ફિલ્મો સાઈન કરી લીધી છે. જેમાંની એક ફિલ્મ તો હોમપ્રોડક્શનની જ છે અને બાકીની બે ફિલ્મો વિશે મનીષા કહે છે કે, આ ફિલ્મો બિગબજેટ ફિલ્મો છે અને શક્યતઃ આવતા વર્ષે જ તે સિનેમાગૃહોમાં આવશે.
આ ફિલ્મોનાં નામ અને કહાની વિશે મનીષા મોઢા પર આંગળી રાખી દે છે. તેનું માનવું છે કે મારા કરતાં આ ફિલ્મોના નિર્માતાઓ જ આ વિશે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરે તે વાજબી ગણાય, પણ હાલમાં તો હું એટલું જ કહીશ કે મેં ત્રણ સ્ક્રિપ્ટ વાંચી છે અને ત્રણેય ફિલ્મોમાં અભિનય આપવા માટે મંજૂરી આપી દીધી છે. હું રાહ જોઈ રહી છું કે ફિલ્મમેકર એક વખત આ ફ્લ્મિ વિશે જાહેરાત કરે પછી આ અંગેના દરેક સવાલોના હું યોગ્ય જવાબો આપીશ, કારણ કે મને પોતાને પણ એ ખ્યાલ નથી કે નિર્માતા અને નિર્દેશકો ફ્લ્મિની જાહેરાત ક્યારે કરશે?!
અન્ય આગામી પ્રોજેક્ટ્સ વિશે મનીષાએ કહ્યું કે, હજી મને બીજી બે ફિલ્મોની ઓફર આવી છે જેના માટે મારે નિર્ણય લેવાનો બાકી છે. નેપાલી બ્યુટીએ વધુમાં જણાવ્યું છે કે, મારા માટે આગામી વર્ષ જબરદસ્ત લકી રહેશે, કારણ કે શો બિઝમાં મારા કમબેક સાથે મારી ત્રણથી વધારે ફિલ્મો આવશે.