Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 10:51:13 AM IST
 

સની લિયોનઃ પહેલી પસંદ પોર્ન નહીં હવે બોલિવૂડ છે

Apr 05, 2012 Supplements > Cine Sandesh
 
comment     E-Mail     Print    
 
Viewed: 3607
Rate: 4.0
Rating:
Bookmark The Article

મૂઝે કૂછ કહેના હૈ!

‘બિગ બોસ - ૫દ્વારા ભારતમાં બહુર્ચિચત બનેલી અમેરિકાની મશહૂર પોર્નસ્ટાર સની લિયોન પર હવે બોલિવૂડનો રંગ ચઢવા લાગ્યો છે અને તેમણે સંકેત આપ્યો છે કે તપોર્ન ઈન્ડસ્ટ્રીને ટાટા-બાય બાય કહી શકે છે

સની કહે છે કે જો મને ૩૬૫ દિવસ બોલિવૂડ વ્યસ્ત રાખશે તો હું હિન્દી ફિલ્મો સિવાય બીજું કંઈ નહીં કરું. પૂજા ભટ્ટના નિર્દેશનમાં બની રહેલી ‘જિસ્મ-૨’થી પોતાની બોલિવૂડ કરિયરની શરૂઆત સની કરી રહી છે. ‘જિસ્મ-૨’ વર્ષ ૨૦૦૩માં આવેલી ભટ્ટકેમ્પની બિપાશા બસુ અને જોન અબ્રાહમ અભિનીત ‘જિસ્મ’ની સિકવલ છે.

‘જિસ્મ-૨’માં સની લિયોન સિવાય ડીનો મોરિયો, રણદીપ હુડા અને અરુણોદય સિંહ મુખ્ય ભૂમિકામાં છે. સૌ જાણે છે કે ટીવી રિયાલિટી શોમાં જઈને નિર્માતા મહેશ ભટ્ટે ખુદ હીરોઈનના રોલ માટે સની લિયોનની પસંદગી કરી હતી. સનીએ જણાવ્યું કે, તેમણે મહેશ ભટ્ટ અને તેમની પ્રોડક્શન કંપની વિશેષ ફિલ્મ્સ વિશે કંઈ સાંભળ્યું ન હતું, પરંતુ હવે તે ખુશ છે, કારણ કે તેને આટલી મોટી તક મળી છે.

સની લિયોને નિર્દેશક પૂજા ભટ્ટનાં વખાણ કરતાં કહ્યું કે, "બહુ સંયમ સાથે પૂજા જ મને બધું શીખવી રહી છે. મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટ બંને ખૂબ જ સારી વ્યક્તિ છે

‘જિસ્મ-૨’માં પોતાના રોલ વિશે સનીએ જણાવ્યું કે, "તેમનું પાત્ર એક એવી છોકરીનું છે જેને પોતાના નિર્ણયો લેવામાં ખૂબ જ મુશ્કેલીઓ અનુભવાય છે

સની કહે છે કે, "મારું પાત્ર એવું છે જેને તમે પ્રેમ પણ કરશો અને નફરત પણ કરશો. અત્યારે હું નર્વસ નથી, પરંતુ જ્યારે પહેલો શોટ આપીશ ત્યારે જરૂર નર્વસ હોઈશ સનીના મતે હવે તેમણે પોતાની જાતને સાબિત કરવાની છે.

સની કહે છે કે, "હું અત્યારે હિન્દી શીખી રહી છું, જેથી ફિલ્મના સંવાદ બોલવામાં કોઈ તકલીફ ન પડે સની અત્યારે લગભગ બધાની સાથે હિન્દીમાં જ વાત કરવાનો પ્રયત્ન કરે છે. તે કહે છે કે, "હિન્દી સિવાય તેમણે બોલિવૂડમાં ટકી રહેવા માટે ડાન્સ શીખવામાં પણ ઘણી મહેનત કરવી પડશે, કારણ કે ડાન્સ હિન્દી ફિલ્મોનું અભિન્ન અંગ હોય છે”

સની કહે છે, "હજી સુધી મેં આગળની યોજના બનાવી નથી અને તેમનું સંપૂર્ણ ધ્યાન ‘જિસ્મ-૨’ પર છે. ‘જિસ્મ-૨’નું શૂટિંગ એપ્રિલમાં શરૂ થશે”

જાણવા જેવી બાબત એ છે કે થોડા સમય પહેલાં આ જ સનીએ ‘જિસ્મ-૨’ સાઈન કરી ત્યારે કહ્યું હતું કે, ભારતનો દર્શકવર્ગ પોર્ન ઇન્ડસ્ટ્રીને સ્વીકારી શકે તેવી ખુલ્લી દૃષ્ટિ ધરાવતો નથી અને અહીં તે વિશે વાત કરતાં પણ શરમાવું પડે એવી પરિસ્થિતિ છે, જ્યારે આજે એ જ સનીને પોર્ન ફ્લ્મિ કરતાં બોલિવૂડની ફિલ્મો કરવામાં વધુ રુચિ છે તેવું સની કહે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com