મુખ્ય કલાકારોઃ ઓમ પુરી, દિલીપ તાહિર, આલોક નાથ, ઉપાસના સિંઘ, સુનીલ પાલ,
નિર્માતાઃ ઇ ટોડ એન્ટરટેઈનમેન્ટ
દિગ્દર્શક - સંગીતઃ અસગર ખાન
સંભવિત રિલીઝઃ ૧૨ એપ્રિલ, ૨૦૧૨
ટ્રેડિશનલ લાઈફ અને પારિવારિક સંબંધોથી દૂર થતી જતી આ દુનિયામાં યુવાનોનું વલણ જિદગી પ્રત્યે બદલાઈ રહ્યું છે. વળી યુવાનો માને છે કે તેમની આ લાઈફસ્ટાઈલ યોગ્ય છે. બીજી તરફ બેંક રોબરી, ભ્રષ્ટાચાર, બળાત્કાર, લૂંટ, શોષણ, ગરીબી જેવાં બાહ્ય પરિબળો માથું ઊંચકી રહ્યાં છે અને તેની નકારાત્મક અસરો જનજીવન પર પડે છે, પણ કેટલાક લોકો દુનિયામાં એવા છે કે આ બધાં પરિબળોથી પરે પોતાની લાઈફમાં વિના ટેન્શને જીવી રહ્યા છે. આવા જ કેટલાક નમૂનાઓ પર આ મૂવી આધારિત છે. ફિલ્મમાં આધુનિકતા દ્વારા લોકોએ શું મેળવ્યું છે અને શું ગુમાવ્યું છે એનો મેસેજ હોવાની સાથે તેનું કેટલી હદે ટેન્શન કરવા જેવું છે એ પ્રર્દિશત કર્યું છે.