મુખ્ય કલાકારોઃ અનુપમ ખેર, સચીન ખેડેકર, મ્રીનલ કુલકર્ણી, અંજન શ્રીવાસ્તવ, શ્રુતિ વેલન્કર
નિર્માતાઃ બાલાસાહેબ ભાપકર, શશાંક ભાપકર
દિગ્દર્શકઃ પ્રમોદ જોષી
સંગીતઃ સલીલ કુલકર્ણી
સંભવિત રિલીઝઃ ૧૨ એપ્રિલ, ૨૦૧૨
સંભવિત એક આઈટી પ્રોફેશનલ (સચીન ખેડેકર)ની વર્કોહોલિક હોવાની કોઈ હદ નથી, કારણ કે તેને જે મળ્યું છે એનો સંતોષ હોવા કરતાં તેની મહત્ત્વાકાંક્ષાઓ ઘણી વધુ છે. તેના હાઈલી પ્રોફેશનલ કરિયરના કારણે તેની પર્સનલ લાઈફ રુંધાઈ રહી હોય છે. દરમિયાન તેની મુલાકાત એક અંધ છતાં જિંદગીથી ભર્યા ભર્યા માણસ (અનુપમ ખેર) સાથે થાય છે. તેને જોઈને અત્યંત ઝડપી અને ટેન્શનભરી લાઈફ પસાર કરી રહેલા પ્રોફેશનલને સમજાય છે કે જિંદગીની ખરી મજા શું છે?!