અમદાવાદ, તા. ૫
સેબીની બોર્ડની બેઠક બાદ જાહેર કરવામાં આવેલા નવા નિયમો પ્રમાણે અમદાવાદ, વડોદરા અને રાજકોટ એક્સ્ચેન્જ સહિત ૧૫ પ્રાદેશિક શેરબજારોનાં અસ્તિત્વ પર પ્રશ્નાર્થ લાગી ગયો છે. સેબીની ગાઇડલાઇન પ્રમાણે ત્રણ વર્ષમાં જે સ્ટોક એક્સ્ચેન્જની નેટવર્થ રૂ . ૧૦૦ કરોડ અને વાર્ષિક ટર્નઓવર રૂ . ૧,૦૦૦ કરોડ ન હોય તેવાની માન્યતા રદ કરી દેવામાં આવશે.
લગભગ તમામ પ્રાદેશિક શેરબજારો સબસિડિયરી મારફતે અથવા સીધા બીએસઇ-એનએસઇમાં કામ કરતાં હોવાથી એએસઇ, વીએસઇ જેવાનું વોલ્યૂમ ઝીરો છે. જાલન કમિટિના રિપોર્ટ પ્રમાણે બીએસઇ અને એમસીએક્સ એસએક્સને પણ વધારે મૂડી ઊભી કરવી પડે તેમ છે. ક્લિયરિંગ કોર્પોરેશન માટે પણ રૂ . ૩૦૦ કરોડની મૂડી ઊભી કરવાની વાત છે. યુનાઇટેડ અને એમસીએક્સ એસએક્સને કારોબારી સભ્યોનો હિસ્સો ઓછો કરવો પડશે. હાલ ગુજરાતના ત્રણે ય સ્ટોક એક્સ્ચેન્જમાં વોલ્યૂમ ઝીરો છે. સેબીની ગાઇડલાઇન પ્રમાણે હવે બીએસઇ, એનએસઇનું જ અસ્તિત્વ બચી શકે એમ છે બાકીના કલકત્તા, ગોહાટી, બેંગ્લોર, કોચીન, જયપુર, લુધિયાણા, દિલ્હી, ચેન્નાઇ, પૂણે, ઉત્તર પ્રદેશ જેવાં પ્રાદેશિક શેરબજારનાં અસ્તિત્વ પર પણ પ્રશ્નાર્થ લાગી ગયો છે.
આ અંગે અમદાવાદ શેરબજારના ચેરમેન હેમંતસિંહ ઝાલાએ જણાવ્યું કે, જાલન કમિટિનો રિપોર્ટ માત્ર અને માત્ર એનએસઇને ફાયદો કરાવવા માટે છે. અમદાવાદ સહિત તમામ શેરબજારોમાં વર્ષોથી કરોડો રૂ પિયાનું જેમનું રોકાણ છે તેમના હિતોનો કોઇએ વિચાર કર્યો નથી. એનએસઇની મોનોપોલી જળવવા નાના શેરબજારોને દબાવવા માટે આ રિપોર્ટ સ્વીકારવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જ (ફીસા)ના નેજા હેઠળ આ અંગે વિરોધ કરવા ૧૩ અને ૧૪ એપ્રિલના રોજ તમામ પ્રાદેશિક શેરબજારોની એક મિટિંગ મળી રહી છે. હેમંતસિંહ ઝાલાએ જણાવ્યું કે, દિલ્હી સ્ટોક એક્સચેન્જના આગેવાનોએ પ્લેટફોર્મ ચાલુ કરવા રૂ . ૨૦ કરોડ ખર્ચીને તમામ તૈયારી પરંતુ સેબીએ તેને મંજૂરી જ આપી નહી. જેનાથી એક વાત સ્પષ્ટ છે કે, સેબી નાના શેરબજારોને દબાવવા જ માગે છે.
- સેબીના નવા નિયમોથી ૧૫ એક્સ્ચેન્જનાં અસ્તિત્વ પર પ્રશ્નાર્થ
જાલન કમિટિના રિપોર્ટમાં ટ્રેડિંગ સભ્ય બોર્ડમાં રહી ન શકે એવી શરત મૂકી છે તેની ટિકા કરતા ઝાલાએ જણાવ્યું કે, ટ્રેડિંગ સભ્યો જ બજારમાં બિઝનેસ લાવતા હોય છે તેની તેમને પ્રતિનિધિત્વ મળવું જ જોઇએ. અમદાવાદ શેરબજારના એક પૂર્વ ચેરમેને જણાવ્યું કે, જાલન કમિટિના રિપોર્ટથી પ્રાદેશિક શેરબજારના ઇન્વેસ્ટરનું રોકાણ હાલ ઇલિક્વિડ થઇ ગયું છે. કારણ કે લિસ્ટિંગ ન થઇ શકે તો તેમને એક્ઝિટ રૂ ટ મળી શકે એમ નથી. કોઇપણ બિઝનેસ મોડલ વિના એએસઇ કેવી રીતે ચાલશે તે પણ એક પ્રશ્ન છે.