અમદાવાદ, તા. ૫
એક્સાઇઝ, કસ્ટમ અને ટીસીએસ જેવી ડયુટીના વિરોધમાં ગુજરાત જ્વેલર્સ એસોસિયેશન દ્વારા આખા ગુજરાતમાં મોટા પાયે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં માણેકચોકમાં તંબુચોકી પાસે, નગરશેઠ માર્કેટ, રતનપોળ, માનવમંદીર પાર્ટી પ્લોટ, હેલમેટ સર્કલ, કુશાભાઇ ઠાકરે હોલ, સિદ્ધેશ્વરી માતાના મંદીર પાસે સીટીએમ ચાર રસ્તા, દેવી મલ્ટીપ્લેક્સ સિનેમા નરોડા, પંજાબી હોલ નવરંગપુરા બસસ્ટેન્ડ પાસે, રામનગર ચોક સાબરમતિ, રત્નાકર બેન્ક, શાહીબાગ ખાતે યોજાશે. દરમિયાન આજે મોટા પાયે માણેકચોક ખાતે જ્વેલરીના કારીગરો દ્વારા દેખાવો યોજતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. માણેકચોક ખાતે આજે કેન્દ્રીય નાણાંમંત્રીનું પૂતળું બાળવામાં આવ્યું હતું. આવતીકાલે કેન્દ્રીય નાણામંત્રી સાથે જ્વેલર્સની મીટિંગ યોજાવાની છે, ત્યારે અનોખી રીતે મોટા પાયે વિરોધ પ્રર્દિશત કરવામાં આવશે