રાજકોટ તા.૫
કોમોડિટી એક્ષચેન્જમાં અમુક ચીજોના વાયદાઓમાં સટ્ટાકિય માહોલ સામે આવતા ગઇકાલે એફ.એમ.સી. દ્વારા સ્ટોક લિમીટ ઘટાડી છે. આજે મહાવીર જયંતીનાં કારણે બજાર બંધ હતી એટલે બજાર ખુલતાની સાથે પગલાઓનો અસર દેખાવાની હોવાથી આજે હાજર બજારમાં સટ્ટાકિય આઇટમોમાં સાવચેતી દેખાતા વેપારો જુજ જોવા મળતા હતા.
સિંગદાણાની માંગ જુજ રહેતા હમણા ભાવો સ્થિર રહેતા મગફળીના ભાવોમાં પણ વધઘટ જોવા મળતી નથી. પરંતુ સિંગતેલમાં એક બે બ્રાન્ડવાળાઓ દ્વારા ઉધારીમાં ઉંચા ભાવો બોલીને ડબ્બો વધુને વધુ મોંઘો કરતા આજે વધુ ૧૦ વધીને ૨૦૮૦ તેમજ છુટક કિલોમાં રૂ પિયો વધીને ૧૩૭ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી હતી.
કપાસિયા વોશમાં બે દિવસના ધીમા ઘટાડા બાદ આજે મિલોએ ડબ્બે ૧૦ ઘટાડીને ૧૧૪૦ થી ૧૧૫૦ કર્યા હતા પામોલીનનો ભાવ યથાવત હતો. બોટાદ ખાતે સીસીઆઇ દ્વારા કપાસની ૯૦૦માં ખરીદી ચાલું કરતા આજે યાર્ડના ઇતીહાસમાં સૌ પ્રથમ વખત એક લાખ મણની આવક હતી પરંતુ સીસીઆઇએ ખરીદીનો ભાવ ઘટાડીને ૮૬૦નો કરતા ખેડૂતો દ્વારા સુત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો.
- મગફળી - સિંગદાણામાં સુસ્ત માહોલે સ્થિરતા, કપાસિયા ડબ્બે ૧૦ નો ઘટાડો
- રૂ બજારમાં પાંખા કામકાજ, બોટાદ યાર્ડ ખાતે એક લાખ મણ કપાસની વિક્રમ આવક, સુરેન્દ્રનગર કપાસ વાયદો, સ્થાનીક સટ્ટાબજાર મહાવીર જયંતી નિમિતે બંધ રહ્યા
સોરઠ સાઇડ ચણા કિવન્ટલનો ૩૬૦૦ અને તુવેરમાં ચાર હજારનાં સ્થિર ભાવે વેપાર હતા. ઘઉંની સારી કવોલિટીમાં સ્ટોકીસ્ટોની માંગ હતી પરંતુ આવકો રહેતા ભાવો યથાયત હતા.
ખાદ્યતેલો
સિંગતેલ લુઝમા બ્રાન્ડવાળાઓની ખરીદીએ ૧૦ વધીને ૧૨૨૫ થી ૧૨૩૦માં પાંચથી સાત ગાડીના વેપાર હતા. ઉધારીમાં ૧૨૮૦ ના ભાવ બોલતા હતા. તેલીયા ટીનનો ૧૬ વધીને ૧૮૭૮ થી ૧૮૭૯ જામનગર લાઇન લુઝનો ૧૨૩૫ થી ૧૨૪૦ હતો.
કપાસીયા વોશમાં માંગ અને પુરવઠો જળવાઇ રહેતા ૬૬૭ થી ૬૭૦માં ૨૫ ટેન્ડરના કામકાજ હતા. પામોલીન લુઝનો ૬૩૭ થી ૬૪૦ સોયાલુઝનો ૭૦૦ થી ૭૦૫ હતો.
મગફળી
સૌરાષ્ટ્રના યાર્ડો બજારો અને મિલ પહોંચ મળીને મગફળીમાં દસ - બાર હજાર ગુણીના કામકાજ હતા. ધોરાજી સાઇડ ખાંડીનો ૧૯૫૦૦ના ટકેલ ભાવે પરચુરણ વેપાર હતા. સિંગદાણાના ૭૪ થી ૭૬ હજાર રહેલ.
રૂ બજાર
બોટાદ ખાતે કપાસ મણનો ૮૩૦ થી ૮૬૦, શંકર ગાંસડીનો ૩૪૫૦૦ થી ૩૫૫૦૦, કલ્યાણનો ૨૬૫૦૦ થી ૨૭૫૦૦ હતો.
ખાંડ
સ્થાનીક બજાર ખાતે ૮૦૦ ગુણીની આવકે સીનો ૩૦૮૦ થી ૩૧૫૦ અને ડી નો ૨૯૭૦ થી ૩૦૫૦ ના ટકેલ ભાવે હોલસેલ બજારમાં વેચાણ હતા.
એરંડા બજાર
મહાવીર જયંતીના બજાર બંધ હતું.ખાનગીમાં વાયદાની ૩૬૦૫ થી ૩૬૧૦ ની ધારણા હતી. હાજરની આવકોમાં કારખાનાઓની ખરીદી નિકળતા ગઇકાલે ભાવો વધ્યા હતા આજે ધોરાજી સાઇડ ચાર - પાંચ દિવસ ડિલેવરીની શરતે ૬૯૦ અને શાપુર ખાતે રેડીમાં ૭૧૦ના ભાવે કારખાનાઓ પહોંચના ભાવ હતા. દિવેલમાં પણ પુછપરછ રહેતા ૭૩૦ થી ૭૩૫માં કામકાજ થતા હતા.
સુરેન્દ્રનગર કપાસ વાયદા બજાર પણ બંધ રહેતા ખાનગીમાં ટકેલ ભાવની ધારણા મુકાતી હતી.