ભાવનગર, તા.પ
ભાવનગર જિલ્લાના શહેરી વિસ્તાર તથા વિકસીત વિસ્તારના લોકોના રોજબરોજના જીવનમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબજ મોટા પ્રમાણ વધી ગયેલ છે. જિલ્લાના અલંગ ખાતે આવેલ શીપયાર્ડમાંથી નીકળતા વાયરમાંથી તાંબુ પીતળ જેવી ધાતુઓ છૂટી પાડવા માટે પ્લાસ્ટીક કોટેડ વાયરો સળગાવવા કે બાળવાના કારણે તેના ધુમાડાથી હવામાન ખુબજ પ્રદુષીત થાય છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય જિલ્લા તંત્રવાહકો દ્વારા જાહેરનામું લાગુ કરવામાં આવતું હોય છે.
- શહેર અને જિલ્લામાં જાહેરનામું ૬૦ દિવસ અમલી બનશે
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.એચ.ત્રિવેદીએ લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ, સહિત તાલુકાના, પાલિકા નીચેના સમાવિષ્ટ થતા વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા કે સળગાવવા નહીં. આ હુકમ તા.૭-૪-ર૦૧રથી તા.પ-૬-ર૦૧ર સુધી (બંને દિવસ સુધ્ધા) દિન-૬૦ માટે અમલમાં રહેશે.આ જાહેરનામાનો અમલ પોલીસ થાણાના અધિકારીઓ, પ્રાદેશિક અધિકારી-ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ ભાવનગર, કમિશનર-મહાનગર પાલિકા ભાવનગર, મુખ્ય કારોબારી અધિકારી-ભાવનગર, વિસ્તાર વિકાસ સત્તા મંડળ-ભાવનગર, ર્નિિદષ્ટ અધિકારી અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ-અલંગ તથા સંબંધિત ચીફ ઓફીસર નગરપાલિકાઓએ કરાવવાનો રહેશે તેમજ આ હુકમનોભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
તંત્રવાહકોનું જાહેરનામું ‘કાગળ પરના વાઘ’ જેવું !!
ભાવનગર જિલ્લાના વહિવટી તંત્રવાહકો દ્વારા શહેર અને જિલ્લામાં પ્રદુષણ ન ફેલાય તેવા આશયથી પ્રદુષિત ઘન કચરો, પ્લાસ્ટીક કે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવતુ હોય છે. જો કે સરકારી તંત્રવાહકોનું જાહેરનામું ‘કાગળ પરના વાઘ’ જેવું રહેતું હોય શહેરના કુંભારવાડા સહિતના વિસ્તારોમાં જાહેરનામાના ભંગના અત્યાર સુધીમાં પાંચ જેટલા બનાવો બની ચુક્યા છે ત્યારે આ બાબતે જાહેરનામામાં સજાની કડક જોગવાઈ થાય તો જાહેરનામા ભંગના બનાવો અટકશેતેવી ચર્ચા ઉઠવા પામી છે.