Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 01:01:55 AM IST
 

GMBને અલંગમાંથી લ્લ પ૬.૬ર કરોડની જંગી આવક

Apr 06, 2012 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 384
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર તા.પ

ગુજરાતના વિપુલ દરિયા કિનારા પર વિકસીત સરકારી બંદરોનો હવાલો સંભાળતા ગુજરાત મેરીટાઈમ બોર્ડને બંદરની કુલ આવકમાંથી નિયત ટકાવારી મુજબ આવક મળવાપાત્ર હોય છે. જો કે જીએમબીને રાજ્યમાં એક માત્ર અલંગ-સોસીયા શિપ બ્રેકીંગ યાર્ડમાંથી ૧૦૦ ટકા આવક મળતી હોય છે. ત્યારે અલંગમાંથી વર્ષ-ર૦૧૧/૧રમાં આગ ઝરતી તેજીના માહોલમાં હિસાબી વર્ષના અંતે ગુજરાત મેરીટાઈમ બોર્ડને રૂ.પ૬.૬ર કરોડની જંગી આવક થઈ છે.

આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર અલંગ-સોસીયા શિપ બ્રેકીંગ યાર્ડમાં હિસાબી વર્ષ-ર૦૧૧/૧રમાં ૪૧પ જહાજની રેકોર્ડબ્રેક આવકની સાથે શિપ બ્રેકીંગની કામગીરીનો ધમધમાટ રહ્યો હતો. અલંગમાં એલડીટી શિપ બ્રેકીંગ ચાર્જીસના રૂ.૩૮,૭૬,૮ર,પ૦૦/- ,વ્હીકલ એન્ટ્રી ફિના રૂ.રપ,૯૪, ૭૬૦/-, પ્લોટ રેન્ટના રૂ.૧,૮૬, પ૧,ર૦૮/-, પ્લોટ પ્રિમિયમ ચાર્જીસના રૂ.૧૩,૮૭,૭પ,રર૬/- સહિતની કુલ આવક મળી વર્ષાન્તે રૂ.પ૬,૬ર,૦૭,૬ર૬/-ની આવક થઈ છે.અલંગ શિપ યાર્ડમાંથી હિસાબી વર્ષ-ર૦૧૧/૧રના વર્ષાન્તે થયેલ કુલ આવક રૂ.૫૬,૬૨,૦૭,૬૨૬/-માંથી વર્ષ દરમિયાન થયેલ ખર્ચ રૂ.૫,૮૫, ૭૧,૭૬૬/- બાદ કરતા ગુજરાત મેરીટાઈમ બોર્ડને ચોખ્ખો નફો રૂ.૫૦,૭૬,૩૫,૮૬૦/- થયેલ છે.

અલંગ શિપ બ્રેકીંગ ટ્રેડમાં તેજીના માહોલના કારણે વર્ષ-ર૦૦૬/૦૭નો ચોખ્ખો નફો રૂ.૮,૬૪,૭૩,૨૬૩/-માં છ ગણો વધારો થતા વર્ષ-ર૦૧૧-૧૨માં રૂ.૫૦,૭૬, ૩૫,૮૬૦/-ની આવક થઈ છે.
અલંગ બ્રેકીંગ શિપ યાર્ડની છેલ્લા છ વર્ષની આવક અને થયેલ ખર્ચ
હિસાબી વર્ષ
વર્ષાન્તે થયેલ આવક
વર્ષાન્તે થયેલ ખર્ચ
વર્ષાન્તે થયેલ નફો
ર૦૦૬/૦૭
રૂ.૧૩,૨૫,૬૦,૬૪૦/-
રૂ.૪,૬૦,૮૭,૩૭૭/-
રૂ.૮,૬૪,૭૩,૨૬૩/-
ર૦૦૭/૦૮
રૂ.૩૨,૭૮,૨૪,૧૮૦/-
રૂ.૩,૮૧,૭૨,૪૪૩/-
રૂ.૨૮,૯૬,૫૧,૭૩૭/-
ર૦૦૮/૦૯
રૂ.૩૫,૦૬,૮૦,૭૭૦/-
રૂ.૧૦,૬૫,૧૧,૮૪૯/-
રૂ.૨૪,૪૧,૬૮,૯૨૧/-
ર૦૦૯/૧૦
રૂ.૪૬,૭૩,૬૧,૫૪૦/-
રૂ.૪,૯૦,૧૮,૮૧૮/-
રૂ.૪૧,૮૩,૪૨,૬૮૬/-
ર૦૧૦/૧૧
રૂ.૪૨,૩૪,૧૯,૭૮૨/-
રૂ.૬,૨૦,૨૯,૩૧૫/-
રૂ.૩૬,૧૩,૯૦,૪૬૭/-
ર૦૧૧/૧૨
રૂ.૫૬,૬૨,૦૭,૬૨૬/-
રૂ.૫,૮૫,૭૧,૭૬૬/-
રૂ.૫૦,૭૬,૩૫,૮૬૦/-
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com