Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 09:53:34 PM IST
 

યેલ ૨૦૧૨ વર્લ્ડ ફેલોશિપ માટે બે ભારતીયની પસંદગી

Apr 05, 2012 NRI > US
 
Tags:   Yale 2012 World Fellows Ruchi Yadav Ayush Chauhan comment     E-Mail     Print    
 
Viewed: 1334
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

વોશિંગ્ટન 5, એપ્રિલ

ફેલોશિપ માટે પસંદ કરાયેલા ૧૬માંથી આયુષ ચૌહાણ અને રુચિ યાદવનો સમાવેશ

અમેરિકાની પ્રતિષ્ઠિત યેલ યુનિર્વિસટી દ્વારા આ વર્ષે ફેલોશિપ મેળવનારી ૧૬ વ્યક્તિમાં બે ભારતીયની પસંદગી કરવામાં આવી છે, આ સાથે યુનિર્વિસટી દ્વારા શરૂ કરાયેલા વર્લ્ડ ફેલોશિપ પ્રોગામમાં અત્યાર સુધીમાં ફેલોશિપ મેળવનારા ભારતીયોની સંખ્યા ૧૧ સુધી પહોંચી છે. ચાલુ વર્ષ માટે પસંદ કરાયેલા ૧૬ વર્લ્ડ ફેલોઝમાં બે ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું યુનિર્વિસટીએ તેના એક અહેવાલમાં જણાવ્યું હતું.

ભારત તરફથી 'ક્વિકસેન્ડલ્લના મેનેજિંગ ડિરેક્ટર તથા કો-ફાઉન્ડર આયુષ ચૌહાણ અને 'ધ હંગર પ્રોજેક્ટલ્લનાં સિનિયર પ્રોગ્રામ ઓફિસર રુચિ યાદવનો સમાવેશ થયો છે. ભારતની જેમ બ્રિટન તરફથી આવી ફેલોશિપ મેળવનારી વ્યક્તિની સંખ્યા પણ ૧૧ છે.

અમેરિકાની આ પ્રસિદ્ધ યુનિર્વિસટીમાં ૬૫થી વધુ વિભાગ અને કોર્સ ચાલે છે. યુનિર્વિસટીમાં ૩,૬૦૦ ફેકલ્ટીઝ છે અને ૧૧,૦૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. અહીં કળા અને વિજ્ઞાાન ક્ષેત્રના ૨,૦૦૦ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઓફર કરવામાં આવે છે. આ વર્ષના વર્લ્ડ ફેલોઝ ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં યાલે ફેકલ્ટી દ્વારા યોજાનારા સેમિનારમાં ભાગ લેશે.

કેમ મળી વર્લ્ડ ફેલોશિપ ?

આ ફેલોશિપ એવી વ્યક્તિને આપવામાં આવે છે, જે યેલ યુનિર્વિસટીના વિદ્યાર્થીઓને જાહેર હિતનાં કામ કરવા પ્રેરે છે. આયુષ ચૌહાણ કારોબાર, વિકાસ અને સંસ્કૃતિ તથા મલ્ટિડિસ્પિલિનરી ડિઝાઇન અને ઇનોવેશન કન્સલ્ટિંગ માટે કામ કરતી 'ક્વિકસેન્ડલ્લના વડા છે જ્યારે જાહેરાત અને માનવ અધિકારો સાથે સંકળાયેલી રુચિ યાદવ ભારતનાં સાત રાજ્યમાં મહિલાઓના અધિકાર માટે કામ કરે છે. યાદવના 'ધ હંગર પ્રોજેક્ટલ્લમાં મહિલાઓને તેમના અધિકાર આપવા છેલ્લા સ્તર સુધી કામ કરવામાં આવે છે, તેઓ મહિલા પ્રતિનિધિઓનાં સ્થાનિક સંગઠનોમાં પરિવર્તન લાવી તેમને સશક્ત બનાવવા માટે કામ કરે છે.

આમને મળી છે ફેલોશિપ

ફેલોશિપ મેળવનારી હસ્તીમાં કેટલાક રાષ્ટ્રપ્રમુખ, નોબેલ પુરસ્કાર વિજેતા અને કેટલાંક ક્ષેત્રના વડાઓ પણ સામેલ છે. અગાઉ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ બુશ, રોનાલ્ડ રેગન, જાણીતા લેખક ઓક્ટેવિયો પોઝ, કાર્લોસ ફ્યૂટ્સ અને ટોની મોરિસન, ફિલ્મકાર સોફિયા કોપ્પોલા, કોરિયોગ્રાફર મિખાઇલ બેરીશ્રિકોવ અને પત્રકાર વોલ્ટર ક્રોન્ટાઇટને આ ફેલોશિપ મળી ચૂકી છે.

આ દસમું વર્ષ

૨૦૦૨માં યેલ યુનિર્વિસટીના અધ્યક્ષ રિચાર્ડ સી. લેવિને તેની શરૂઆત કરી હતી, ત્યારથી દર વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે. આ પ્રોગ્રામ માટે દર વર્ષે પોતપોતાનાં ક્ષેત્રમાં નિપુણ હોય તેવી લગભગ ૫૦ વ્યક્તિને પસંદ કરવામાં આવે છે, જેમના ફેલોશિપ પ્રોગ્રામ દરમિયાન વિશ્વની સમસ્યાઓના નિરાકરણને શોધવા અને તેમાં આંતરરાષ્ટ્રીય જાગરૂકતા તથા પ્રદાન આપવા અંગે યુનિર્વિસટીમાં સેમિનાર ગોઠવવામાં આવે છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com