અમદાવાદ, તા.૫
દિન પ્રતિ-દિન વધતી જતી મોંધવારી સામે સામાન્ય માણસ લાચાર બનતો જાય છે. જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓએ જાણે હરીફાઈ લગાવી હોય તેમ દરેક ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થતો જાય છે. મોંધવારીના આ ચક્કરમાં માણસ પીસાતો જાય છે. છેલ્લા બે માસમાં લીલા શાકભાજીના જથ્થાબંધ ભાવમાં ૨૫ ટકાથી ૧૫૦ ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો. જથ્થાબંધ બજારમાં જે ભાવથી શાકભાજી મળે છે તેના કરેતાં છુટક શાકભાજી વેચતા વેપારીઓ ગ્રાહક પાસેથી શાકભાજીનો ત્રણ ગણો ભાવ વધારે ખંખેરે છે.
- જથ્થાબંધ કરતાં છૂટકમાં ત્રણ ગણા ભાવ વસૂલાય છે
સરદાર પટલે શાકમાર્કેટના આંકડા પ્રમાણે ગત ૪ ફેબ્રુઆરીના રોજ ૨૦ કિલો બટાકાનો ભાવ રૂ.૧૧૦, ડુંગળીનો રૂ.૭૦, ટામેટા અને ફૂલાવરનો રૂ.૮૦, દૂધીનો રૂ.૧૪૦, લીંબુનો રૂ.૪૪૦, કોથમિરનો રૂ.૧૦૦, કારેલાનો રૂ.૪૦૦, વટાણાનો રૂ.૨૮૦, ગવારફળીનો રૂ.૧,૦૦૦ અને કોબિજનો રૂ.૧૪૦ થયો હતો. જે ૫ એપ્રિલનો રોજ અનુક્રમે રૂ.૧૮૦, રૂ.૧૨૫, રૂ.૧૬૦, રૂ.૨૪૦, રૂ.૧,૧૦૦, રૂ.૨૪૦, રૂ.૫૦૦, રૂ.૧,૫૦૦ તેમજ રૂ.૨૨૦ના ભાવે રહેતાં બટાકમાં રૂ.૭૦ એટલે કે ૬૩.૬૩ ટકા, ડુંગળીમાં રૂ.૫૫ એટલે કે ૭૮.૫૭ ટકા, ટામેટા અને ફૂલાવરમાં રૂ.૧૦૦ એટલે કે ૧૦૦ ટકા, દૂધીમાં રૂ.૧૦૦ એટલે કે ૭૧.૪૨ ટકા, લીંબુમાં રૂ.૬૬૦ એટલે કે ૧૫૦ ટકા, કોથમિરમાં રૂ.૧૪૦ એટલે ૧૪૦ ટકા, કારેલામાં રૂ.૧૦૦ એટલે કે ૨૫ ટકા, વટાણામાં રૂ.૩૨૦ એટલે કે ૧૧૪.૨૮ ટકા, ગવારફળીમાં રૂ.૫૦૦ એટલે કે ૫૦ ટકાનો, કોબિજમાં રૂ.૮૦ એટલે કે ૫૭.૧૪ ટકાનો તોતિંગ ઉછાળો થયો હતો. દરમિયાનમાં રવૈયા, રીંગણ, બીટ અને મરાચાં જેવા શાકભાજીના ભાવમાં ઘટાડો થયો હતો.શાકભાજીના હોલસેલ વેપારીએ જણાવ્યું હતું કે, ઉનાળાની વધી રહેલી ગરમીના કારણે શાકભાજીને ભારે નુકસાન થાયે છે જેના કારણે સારી ગુણવત્તાવાળા શાકભાજીની બજારમાં ઉણપ સર્જાય છે અને તેની સામે માગ યથાવત્ રહે છે જેથીના લીલા શાકભાજીના ભાવમાં વધારો થાય છે.
ભાવમાં થયેલો વધારો (ર૦ કિલોનો ભાવ)
|
શાકભાજી
|
|
તારીખ
|
|
વધારો
|
|
|
૪-૨-૧૨
|
૫-૪-૧૨
|
રૂ.માં
|
ટકામાં
|
|
બટાકા
|
૧૧૦
|
૧૮૦
|
૭૦
|
૬૩.૬૩
|
|
ડુંગળી
|
૭૦
|
૧૨૫
|
૫૫
|
૭૮.૫૭
|
|
ટામેટાં
|
૮૦
|
૧૬૦
|
૮૦
|
૧૦૦
|
|
ફાલાવર
|
૮૦
|
૧૬૦
|
૮૦
|
૧૦૦
|
|
દૂધી
|
૧૪૦
|
૨૪૦
|
૧૦૦
|
૭૧.૪૨
|
|
લીંબુ
|
૪૪૦
|
૧,૧૦૦
|
૬૬૦
|
૧૫૦
|
|
કોથમિર
|
૧૦૦
|
૨૪૦
|
૧૪૦
|
૧૪૦
|
|
કારેલા
|
૪૦૦
|
૫૦૦
|
૧૦૦
|
૨૫
|
|
વટાણા
|
૨૮૦
|
૬૦૦
|
૩૨૦
|
૧૧૪.૨૮
|
|
ગવાર
|
૧,૦૦૦
|
૧,૫૦૦
|
૫૦૦
|
૫૦
|
|
કોબીજ
|
૧૪૦
|
૨૨૦
|
૮૦
|
૫૭.૧૪
|
એક કિલો લીંબુનો ભાવ રૂ.૧૦૦એ પહોંચ્યો
છુટક બજારમાં એક કિલો લીંબુના ભાવનો ભાવ રૂ.૧૦૦એ પહોંચી ગયો હતો. જ્યારે હોલસેલ બજારમાં ૨૦ કિલો લિંબુનો ભાવ રૂ.૧,૧૦૦ થયો હતો. એક ખેડૂતના જણાવ્યા પ્રમાણે શિયાળામાં લીંબુડીઓમાં કાળિયા રોગ લાગતાં લીંબુનો છોડ ૫૦થી ૭૫ ટકા સુકાઈ જાય છે જેથી ઉનાળુ પાકમાં ઘટાડો થતાં લીંબુની આવકમાં ૫૦ ટકાથી વધારે ઊણપ સર્જાઈ હોવાથી લીંબુના ભાવમાં ભડકો થયો છે.
શાકભાજી મોંઘાં થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
શાકભાજીના કૂદકેને ભૂસકે વધી રહેલા ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. શાકભાજીના ઊંચા ભાવના પગલે ગૃહિણીઓએ શાકભાજીની ખરીદી પર કાપ મૂક્યો છે. એક ગૃહિણીના જણાવ્યા પ્રમાણે હું પગલે સામટા પાંચ કિલો ડુંગળી બટાકા ખરીદતી હતી જોકે અત્યારે હું જરૂર પડે ત્યારે જ બટાકા-ડુંગળી ખરીદું છું. જ્યારે એક વેપારીએ જણાવ્યું હતું કે ઊંચા ભાવના કારણે શાકભાજીના માગમાં પણ ઘટાડો થયો છે.
બે માસમાં કયાં શાકભાજી સસ્તાં થયાં
જથ્થાબંધ બજારમાં રીંગણ, રવૈયા, બીટ અને મરચાંદેશીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ૪ ફેબ્રુઆરીના રોજ ૨૦ કિલો રીંગણ રૂ.૨૪૦, રવૈયા ભાવ રૂ.૪૦૦ અને બીટ રૂ.૨૬૦ અને મરચાં રૂ.૩૪૦ના ભાવે રહ્યાં હતાં. જે ૫ એપ્રિલના રોજ અનુક્રમે રૂ.૧૦૦, રૂ.૨૦૦, રૂ.૨૦૦ અને રૂ.૩૪૦ રહેતાં રીંગણમાં રૂ.૨૩૦, રવૈયામાં રૂ.૨૦૦ અને બીટમાં રૂ.૬૦નો ઘટાડો થયો હતો.