મુંબઈ 6, એપ્રિલ
શાહિદ કપૂરને પસંદ કરનાર યુવતીઓની કમી નથી, પરંતુ આજકાલ તે એક યુવતીની દિવાનગીથી પરેશાન થઈ ગયાં છે. આ યુવતીએ શાહિદ કપૂરની પત્ની હોવાનો દાવો કર્યો છે અને તે ક્યાંય પણ રસ્તામાં શાહિદને રોકી લે છે. વિતેલાં જમાનાનાં એક અભિનેતાની પુત્રીની આ હરકતોથી શાહિદ પરેશાન છે, પરંતુ તેની માનસિક હાલત ઠીક ન હોવાથી શાહિદ તેની વાતો પર ધ્યાન આપતો નથી.
બુધવારે સવારે 3 વાગ્યાની આસપાસ શાહિદનાં ઘર પાસે એક નાટકીય ઘટના બની. આ યુવતી શાહિદનાં ઘરની પાસે જ રહે છે. તે સિક્યોરીટીથી છાનામાંના ક્લાસિકનાં 13માં માળે શાહિદનાં એપાર્ટમેન્ટમાં તે પહોચી ગઈ અને જોરજોરથી તેનો દરવાજો ખખડાવા લાગી. ત્યારબાદ શાહિદે સિક્યોરીટીને ફોન કર્યો અને 4 સિક્યોરીટી ગાર્ડ આવી તેને લઈ ગયાં.
આ યુવતીનાં સંબંધીઓએ જણાવ્યું હતું કે, "30 વર્ષીય આ યુવતી તેનાં પિતાની મોત બાદ અને પ્રોફેશનલ લાઈફમાં સફળતા ન મળવાનાં કારણે તેની માનસિક હાલત ઠીક નથી. થોડાં સમય પહેલાં તેણે બી ગ્રેડ ફિલ્મમાં ડેબ્યૂમાં કામ કર્યું હતું, પરંતુ તેના રોલને કાપી નાંખવામાં આવ્યો હતો. જેનાં કારણે તેને ઘણું દુખ પહોંચ્યું હતું."
તેએઓ એવું પણ જણાવ્યું હતું કે શાહિદને તે છેલ્લાં 6 મહિનાથી પરેશાન કરે છે, અને આ જ કારણસર તે શાહિદનાં ઘરની પાસે રહેવા ગઈ છે. શાહિદનાં નજીકનાં સૂત્રોએ જણાવ્યું હતું કે શાહિદ આ યુવતીનાં કારણે ઘણી વાર હેરાન થઈ ચૂક્યો છે. તે ઘણી વખત શાહિદની કાર પાસે જ ઉભી રહે છે અને રસ્તો રોકવાની કોશિશ કરે છે. જો કે શાહિદને તેનાં વિશે જાણ છે, જેનાં કારણે તે આ યુવતીને ગણકારતો નથી.