Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 07:53:34 PM IST
 

કરિશ્માએ કરી જોલીની નકલ,જૂઓ તસ્વીરો

Apr 06, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Karishma Kapoor Dangerous Ishq Movie Bollywood Vikram Bhatt comment     E-Mail     Print    
 
Viewed: 1803
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 6, ફેબ્રુઆરી

ફિલ્મ 'ડેન્જરસ ઈશ્ક' થી બોલિવૂડમાં કમબેક કરી રહેલી અભિનેત્રી કરિશ્મા કપૂરની આ ફિલ્મનો ફર્સ્ટ લુક રજૂ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનાં પોસ્ટરમાં કરિશ્માની તસવીર એન્જેલિના જોલીને મળતી આવે છે. લાલ રંગનાં ગાઉનમાં કરિશ્મા પોતાનો જમણો પગ બહાર રાખી ઉભી રહી છે. બરાબર એ જ સ્ટાઈલમાં હોલિવૂડ અભિનેત્રી એન્જેલિના જોલી હાલમાં જ ઓસ્કાર એવોર્ડમાં જોવા મળી હતી.

આ અંગે કરિશ્માએ કહ્યું હતું કે મારો લુક જોલીને મળતો આવે છે, પરંતુ તે જોલીથી પ્રભાવિત નથી. આ ફોટોશુટ ઓસ્કારનાં પણ પહેલાં કરવામાં આવ્યો છે. નિર્માતા નિર્દેશક વિક્રમ ભટ્ટની સુપરનેચરલ થ્રિલર 3ડી ફિલ્મ 11મી મે નાં રોજ રિલીઝ થશે.

કરિશ્માએ આ ફિલ્મ અંગે જણાવતાં કહ્યું હતું કે, આ ફિલ્મ બોલ્ડ છે. ફિલ્મની કહાની સંજના નામની સુપર મોડલની આસપાસ ફરે છે, જે રહસ્યમયી સંજોગોમાં ખોવાયેલાં પોતાના પતિની શોધમાં નીકળી પડે છે. ફિલ્મમાં કરિશ્માનાં પતિનો રોલ રજનીશ દુગ્ગલ કરી રહ્યાં છે, જેણે અગાઉ ફિલ્મ '1920' માં કામ કર્યું હતું. જો કે હવે જોવાનું તો એ છે કે ફિલ્મથી કમબેક કરી રહેલી કરિશ્મા પોતાનાં અભિનયથી દર્શકોને ખુશ કરી શકે છે કે નહીં.

'ડેન્જરસ ઈશ્ક' ફિલ્મ નાં શુટિંગની હળવી પળોની તસવીરો જુઓ....












 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com