Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 02:23:10 PM IST
 

ખોવાયેલી બિલાડી 16 વર્ષ પછી મળી આવી

Apr 06, 2012 Offbeat
 
Tags:   Poldi Cat Berlin Lost Cat Munich Berlin comment     E-Mail     Print    
 
Viewed: 1431
Rate: 1.0
Rating:
Read in English
Bookmark The Article

બર્લિન, 6 એપ્રિલ

હિન્દી ફિલ્મોમાં ઘણી વાર આ પ્રકારના ભાવુક દૃશ્ય જોવા મળે છે જેમાં કેટલાક વર્ષો પછી ખોવાયેલા ભાઇ-ભાઇ કે મા-દિકરો એક બીજાને બાળપણની કોઇ નિશાની વડે ઓળખી લે છે. અહીં પણ કંઇક એવું જ થયું છે. એક મહિલાને 16 વર્ષ પહેલા ખોવાયેલી તેની બિલાડી પોલડી મળી આવી હતી.

મ્યુનિક નજીક રહેતા એક પરિવારને જંગલમાંથી એક બિલાડી મળી આવી હતી. તે ઘણી વૃદ્ધ થઇ ગઇ હતી અને તેના આગળના દાંત પડી ગયા હતા. શોકોટેલ પરિવાર આ બિલાડીને ઘરે લઇ આવ્યો અને તેની સારવાર કરી હતી. આ દરમ્યાન તેમણે જોયું કે પોલડીના કાનની પાછળ એક યુનિક આઇડીફિકેશન નંબર હતો. આથી તેમને આ જાણકારી એક જાનવર સુરક્ષા કરનારી સંસ્થાને આપી અને  આ સંસ્થાએ આ બિલાડીના માલિકને શોધી લીધી.

બિલાડીની માલિક કોશેનબેચે જણાવ્યું હતું કે પોલડી 1996માં ગુમ થઇ ગઇ હતી. તેણે ક્યારેય ધાર્યું ન હતું કે તેમને આટલા વર્ષો પછી તેમની ખોવાયેલી બિલાડી મળી આવશે.




 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com