Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 07:47:02 PM IST
 

ફીફાએ વિશ્વકપના આયોજન માટે રશિયાને બજેટ ફાળવ્યું

Apr 06, 2012 Sports
 
Tags:   Football FIFA Russia 2018 World Cup $699 Million comment     E-Mail     Print    
 
Viewed: 870
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મોસ્કો 6, એપ્રિલ

આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મહાસંઘ(ફીફા)એ આગામી 2018માં રશિયામાં યોજાનારા વિશ્વ કપના આયોજન માટે રશિયાને 69.9 કરોડ ડૉલરનું બજેટ ફાળવ્યું છે. ફીફાએ દક્ષિણ આફ્રિકામાં 2010માં યોજાયેલા ફૂટબોલ વિશ્વ કપ માટે પણ આટલી રકમ ફાળવી હતી.

રશિયાના રમત ગમત મંત્રી વિતાલી મુત્કોએ જણાવ્યું હતું કે રશિયાની વિશ્વ કપ આયોજન સમિતિને આ રકમનો અમુક ભાગ પહોંચાડી દેવામાં આવ્યો છે. આ બજેટમાં પરિવહન, મીડિયા અને સ્ટેડિયમની સુવિધાને લગતા ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યુ કે હાલ પૂરતો સ્ટેડિયમના નિર્માણનો ખર્ચ ફાળવવામાં આવ્યો નથી. તેમના જણાવ્યાનુસાર આ બજેટમાં ચાલુ વર્ષના ખર્ચથી માંડીને વિશ્વ કપ પૂર્ણ થાય ત્યાં સુધીનો તમામ ખર્ચ સામેલ છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com