|
|
અમરનાથનાં શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટરનાં ભાડા ઘટ્યાં
|
|
Apr 06, 2012
|
Offbeat
|
|
|
|
|
|
|
શ્રીનગર 6, એપ્રિલ
જમ્મુ કાશ્મીરમાં આવેલ પવિત્ર હિંદુઓનું તીર્થધામ અમરનાથની ગુફા સુધી જતાં હેલિકોપ્ટરનાં ભાડાં ઘટાડવામાં આવ્યાં છે. જે અંતર્ગત લગભગ ભાડું 35 ટકા ઘટાડવામાં આવ્યું છે. અમરનાથ શ્રાઈન બોર્ડ દ્રારા આ માહિતી આપવામાં આવી હતી.
શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડનાં મુખ્ય અધિકારી નવીન ચૌધરીએ જણાવ્યું હતું કે "અત્યારનાં સમયમાં દુનિયાભરમાં વિમાનનાં ભાડાં વધી રહ્યાં છે,ત્યારે શ્રદ્ધાળુઓ માટે આ મહત્વની વાત છે." નવીન ચૌધરી રાજ્યપાલનાં પ્રધાન સચિવ પણ છે.
હેલિકોપ્ટરનું ભાડું બાલટાલ-પંજતારણી માર્ગ પર 40 ટકા અને પહેલગાંવ-પંજતારણી માર્ગ પર 35 ટકા ઘટાડવામાં આવ્યું છે. સમુદ્રતળથી 3,888 મીટરની ઉંચાઈ ધરાવતી અમરનાથ ગુફાએ હેલિકોપ્ટરમાં થઈ જવાનાં બે માર્ગ છે. એક પહેલગાંવ અને બીજો બાલટાલ. આ બંને માર્ગો શ્રીનગરથી 100 કિલોમીટરથી દૂર છે.
આ વર્ષની અમરનાથ યાત્રામાં બાલટાલ-પંજતારણી માર્ગ પરનું ભાડું 2425થી ઘટાડીને 1445 કરવામાં આવ્યું છે અને પહેલગાંવ-પંજતારણી માર્ગ પરનું ભાડું 3495 થી ઘટાડીને 2355 કરવામાં આવ્યું છે. આ વર્ષે અમરનાથ યાત્રા 25 જૂનથી 2જી ઓગસ્ટ સુધી ચાલશે.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|