Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 03:04:34 PM IST
 

બેગ તો ટોટ જ જોઈએ !

Apr 06, 2012 Supplements > Stree
 
comment     E-Mail     Print    
 
Viewed: 1506
Rate: 5.0
Rating:
Bookmark The Article

પહેલી નજરે આપણને ન સમજાય તેવો શબ્દ પ્રયોગ થયો છે. જે અમે નથી કર્યો પણ ફેશન માંધાતાઓએ જ કર્યો છે. ટોટ’ શબ્દનો અર્થ ફેશન ડિક્શનેરીમાં ‘ટુ કેરી બેગ’ તેવો જણાવેલો છે. જેને આપણે ‘ઓપન બેગ’ પણ કહી શકીએ.

આજકાલ ટોટ બેગ અનેક ફેશનવાંચ્છુઓના ખભે અથવા હાથમાં જોવા મળે છે. કાગળ-કાપડ અથવા લેધર-રેગ્ઝોનની બનેલી આ ટોટ બેગને બંને તરફ હેન્ડલની ટૂંકી-લાંબી સ્ટ્રીપ લગાવવામાં આવી હોય છે. આ બેગનો આકાર સામાન્ય થેલી જેવો ચોરસ અને મોટો હોય છે. જેમ જેમ આ બેગનો ફેશનેબલ વ્યાપ વધતો ગયો તેમ તેની ડિઝાઈન અને સાઈઝમાં ચેન્જ આવવા લાગ્યો.

આજે કોલેજિયન યંગસ્ટર્સમાં આ ટોટ બેગનો ક્રેઝ વધુ જોવા મળે છે. જૂટની બનેલી ટોટ બેગનો વધુ વપરાશ જોવા મળે છે. આ ઉપરાંત જુદા જુદા વિષય પર પેઈન્ટિંગ કરેલી અને બીડ્સ-મીરર, લેસ અને રેશમના દોરાથી સજાવેલી ટોટ બેગ પણ અત્યારે ફેશન ઈન છે.

એક ગોર્જેયેસ લૂક આપતી ટોટ બેગ સામાન્ય પર્સની ગરજ સારે છે. ઘણી બેગમાં શરૂઆતમાં બંધ કરવાની ચેઈન અથવા પ્રેસબટન લગાવેલું હોય છે. આ બેગ પહોળી હોવાથી તેમાં ઘણી બધી વસ્તુઓ રાખવાની સુવિધા હોય છે. ટોટ બેગમાં અન્ય કોઈ ખાના હોતા નથી. માટે આપણે જે કાંઈ ચીજ અંદર મેળવી હોય તે છુટી જ મૂકવી પડે છે.

આ ટોટ બેગ્સ મોંઘા પર્સ અને થેલાની ફેશનની દુનિયામાં છવાઈ ગઈ છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય માનવી સુધી તે એક ફેશન સ્ટેટમેન્ટ જ નહીં, પરંતુ એક પ્રકારની સુવિધાજનક જણસ બની ચૂકી છે. એવું કહેવાય છે કે તમારી ઓપન બેગ જેટલી ખુલ્લી, એટલી સુરક્ષિત ઓછી, પંરતુ ટોટ બેગ ખુલ્લી ભલે રહી, પરંતુ તે

તેના હેન્ડલથી પેક રહે છે, માટે તેમાં અસુરક્ષાના ચાન્સીઝ નહીં જેવા છે. ઉપરાંત હવે આ કહેવાતી ઓપન બેગ ચેઈન અને પ્રેશ બટનની સુવિધાવાળી પણ આવે છે.

 આજકાલ વેલવેટની ટોટ બેગનું ચલણ વધુ જોવા મળે છે. આ કાપડમાં કલર્સ પણ એટલા વિવિધતાપૂર્ણ હોય છે કે તેના રંગો ભલભલા ફેશ વીરોના મનમોહી લે.

ટોટ બેગ ફેશનેબલ યંગસ્ટર્સ જ વાપરે છે તેવું નથી, પરંતુ અત્યારના સંજોગોમાં તેનો વપરાશ માતા અને ગૃહિણીઓમાં પણ જોવા મળે છે. ટૂંકમાં અબાલવૃદ્ધ સૌ કોઈની માનીતી છે- આ ટોટ બેગ. હવે તો ટોટબેગના હેન્ડલ પણ ફેશનેબલ

અને સુવિધાજનક આવવા લાગ્યા છે.

મોટી ખરીદી અને મોટા શો રૂમવાળા પણ પોતાના ગ્રાહકને પ્લાસ્ટિકની બેગને બદલે ટોટ બેગ આપવા લાગ્યા છે. એ પણ પર્યાવરણને ધ્યાનમાં રાખી પેપરની ટોટ બેગ આપે છે.

આ બેગના અમુક ડિઝાઈનરો ટોટબેગની લોકપ્રિયતા પારખીને તેને વધુ સુવિધાપૂર્ણ બનાવવા માટે જુદા જુદા નાનાં-મોટાં ખાનાંઓ બનાવવાનું વિચારી રહ્યા છે. જોકે અમુક માંધાતાઓની એવી સલાહ છે કે ટોટ બેગની સુવિધા માટે ખાના જરૂરી છે, પરંતુ જો તેમાં એવા ખાના બનાવશો તો ટોટ બેગની બ્યુટી મરી પરવારશે.

અગાઉ કહ્યા પ્રમાણે ટોટ બેગ’ એટલે સુવિધાપૂર્ણ ઓપન બેગ-કેરી બેગ. આ બેગ જેટલી ખુલ્લી હશે. તેટલો તેનો લૂક સારો દેખાશે.

આનંદની વાત એ છે કે : ટોટ બેગ ઈન્ડિયન-વેસ્ટર્ન બંને ડ્રેસ સાથે મેચ થાય છે. જે સાડીથી લઈ જિન્સ સુધીના ડ્રેસને શોભાવે છે. ૧૯૬૫ અભિનેત્રી સ્મીતા પાટીલ ટોટબેગનો છુટથી ઉપયોગ કરતી હતી. આજે ૨૧૨માં કરિનાથી કેટરીના ટોટબેગ ખભે ભરાવી શોપિંગે નીકળે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com