Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 06:09:49 AM IST
 

સૌંદર્યને હણતી સમસ્યા બર્નઆઉટ (ABC OF બ્યૂટી)

Apr 06, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 2316
Rate: 4.0
Rating:
Bookmark The Article

આજકાલ ફાસ્ટ લાઈફને કારણે લોકોમાં દિવસે દિવસે અજંપો, સ્ટ્રેસ કે માનસિક તાણનું પ્રમાણ વધતું જાય છે. આ સ્ટ્રેસની શરીર તથા સુંદરતા પર ખૂબ ખરાબ અસર પડતી હોય છે. તેથી આ સ્ટ્રેસને કાબુમાં રાખવો ખૂબ જરૂરી છે.

સ્ટ્રેસનો જ એક પ્રકાર છે બર્ન આઉટ અગાઉના સમયમાં આ સમસ્યા માત્ર પુરૂષોમાં જ જોવા મળતી હતી. હવે તો આખો સીનારીઓ જ બદલાઈ ગયો છે. બર્ન આઉટ માત્ર પુરૂષોમાં જ નહીં, સ્ત્રીઓમાં પણ એટલા જ પ્રમાણમાં જોવા મળે છે. મહત્ત્વાકાંક્ષી, કરિયર ઓરિએન્ટેડ સ્ત્રીઓમાં વળી ઘર અને ઓફિસ બેવડી જવાબદારી નિભાવવાની હોય એવી સ્ત્રીઓમાં બર્ન આઉટ વધુ જોવા મળે છે.

પુષ્કળ કામ કરવું ખોટું 

નથી, નુકસાનદાયક પણ નથી. જો કુટુંબ સાથે નિયમિતપણે રજાઓ ગાળવામાં આવે તથા સમયાંતરે ઓફિસમાંથી રજા લઈને પિકનિક કે બીજી કોઈ રીતે આનંદ મેળવવામાં આવે તો તમારૂ મગજ રિચાર્જ થાય છે. તમે વધુ સારી રીતે માનસિક તાણ વિના કામ પણ કરી શકો છો. ડિપ્રેશનનું અંતિમ પગથિયું એટલે ‘બર્નઆઉટ’ જેમાં પુષ્કળ પ્રમાણમાં પીઠનો દુઃખાવો, સેક્સ્યુઅલ ડિસફંકશન અને કોઈક કિસ્સામાં છેલ્લે હાર્ટએટેક પણ આવી શકે છે.

બર્નઆઉટનું પ્રથમ લક્ષણ - તરત ગુસ્સે થઈ જવું એટલે કે શોર્ટ ટેમ્પર જેનાથી તમે શારીરિક અને માનસિક એમ બંને રીતે ખેંચ અનુભવશો, તમને તમારા સિવાયની આખી દુનિયા નકારાત્મક લાગશે. ગુસ્સામાં ઈમોશનલ થઈને રડવું પણ આવી શકે છે. એના લીધે તમે કામથી દૂર ભાગો છો, ઘણા લોકો તો ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન પણ કરવા લાગે છે.

આ સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. તમારે તમારી જીવનશૈલી બદલવાની ખાસ જરૂર છે. તમારી વર્ક સ્ટાઈલ ચકાસો. ઘણા લોકોને કામ પૂરૂ થઈ ગયા બાદ પણ તે કામને નકામી રીતે ઊંડાણથી ચકાસવાની ટેવ હોય છે. જો તમારામાં આવી ટેવ હોય તો તાત્કાલિક બદલી નાંખો. કામનું પરિણામ તમને હકારાત્મક મળી ગયું છે તો તેને રિ-ચેક કરવાની જરૂર ખરી ?

ઘણા લોકો ડિપ્રેશનમાં આવી જતાં પોતાના માથાના વાળ તોડતા હોય છે. તો તેને બંધ કરવા તમારા હાથને તમારા મનગમતા બીજા કામમાં રોકો એનાથી તમારૂ ડિપ્રેશન પણ ઓછું થશે.

તમારા સહકર્મચારી જોડે હંમેશા મિત્રતાપૂર્ણ વાત કરો. દરેક વ્યક્તિ પોતાનું કામ સારી રીતે થાય એવું ઈચ્છે છે.

તમારે તમારી ડેઈલી બાયોલોજિકલ સાઈકલ તપાસવી અને તેમાંથી તમારી ખામીઓ તપાસી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો.

તદ્ઉપરાંત એરોબિક્સ, જોગિંગ, વોકિંગ જેવી કસરતો કરવી સાથે સાથે માનસિક તાણમાંથી મુક્તિ મેળવવા માટે યોગા કે મેડિટેશન પણ કરી શકાય. દિવસમાં દસેક વખત વારંવાર ઊંડા શ્વાસ લેવાની ટેવ પાડો.

ડિપ્રેશનથી બચવા માટે આત્મવિશ્વાસની જરૂરિયાત છે. એ વાત ખાસ ધ્યાનમાં રાખો કે સ્ટ્રેસ, ડિપ્રેશન સુંદરતા માટે નુકસાનકારક છે. એના શત્રુ સમાન છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com