Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 05:56:34 PM IST
 

બાળકોને શીખવો સમય સંચાલન (લઘુકથા)

Apr 06, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 2411
Rate: 5.0
Rating:
Bookmark The Article

બાળકોને સમયની કિંમતનું મહત્ત્વ શરૂથી જ બતાવવું જોઈએ. એટલા માટે દરેક મા-બાપની એ ફરજ બને છે કે તે પોતાના સંતાનને દરેક કામ નિશ્ચિત સમયે પૂર્ણ કરવાનું શીખવે અને તેની દિનચર્યાને નિયમિત રાખવાનું શીખવે.

આછપણે તો મોટેભાગે એવું જ વિચારીએ છીએ કે, બાળપણ તો બેજવાબદારી અને મોજમસ્તીનું જ બીજું નામ છે અને સમયનાં બંધન સાથે બાળકોને શું લેવા-દેવા? પણ આવું વિચારવું બિલકુલ ખોટું છે. બાળકોમાં સારી આદતોની ટેવ નાની ઉંમરથી જ પાડવી જોઈએ. અને તેમને શરૂઆતથી જ મોટાંઓની જેમ પોતાનું દરેક કામ યોગ્ય જ સમયે કરવાની પદ્ધતિ શીખવવી જોઈએ.

શરૂઆત કરો

ત્રણ-ચાર વર્ષની ઉંમરે જ્યારે બાળક આપના નિર્દેશોને સમજતું શીખી જાય છે ત્યારે આપ નાની નાની વાતોનાં માધ્યમ દ્વારા તેને સમયની કિંમત સમજાવીને સમય સંચાલન અંગેનું જ્ઞાન આપી શકો છો. જેમ કે તમે બાળકને કહી શકો છો, અત્યારે તરત જ ચલો, પાંચ મિનિટની અંદરોઅંદર દૂધનો ગ્લાસ પૂરો કરો. સાથે જ જ્યારે તમે બાળકને બ્રશ કરાવવા, નહાવા કે કપડાં બદલાવવાનું કામ કરો છો ત્યારે તમે પણ એ કામો ઝડપથી કરો. જેથી આપને જોઈને શરૂઆતથી જ બાળકમાં પોતાનું કામ ઝડપથી કરવાની આદત વિકસે.

જ્યારે આપનું બાળક શાળાએ જતું થાય ત્યારે સૌથી પહેલાં તો તેને સવારે જલદી ઊઠવાની ટેવ પાડો. એ માટે રોજ સવારે તેને લડવા-ધમકાવવાની કે બૂમો પાડવાની કોઈ જરૂર નથી. જ્યારે તે થોડું સમજદાર બની જાય ત્યારે તમે તેને ખૂબ સુંદર અને આકર્ષક એલાર્મ ક્લોક લાવીને આપો. તેને રાત્રે સૂતાં પૂર્વે એલાર્મ મૂકતાં શીખવી દો. અને એલાર્મ વાગ્યા પછી તેને જાતે જ ઊઠવા માટે કહો. સવારની ઉતાવળમાંથી બચવા માટે તમે તેને રાત્રે જ સ્કૂલબેગ તૈયાર કરી લેવા માટે કહો. મોડું થવાથી પડનારી તકલીફોથી બાળકને માહિતગાર કરી તે અંગેની સમજણ આપો. આઠ વર્ષની ઉંમર પછી તમે તમારા બાળકને ડિજિટલ રિસ્ટ વોચ ખરીદીને આપો. જેથી તે આસાનીથી સમય જોઈ જાણી શકશે. જ્યારે તે સાંજે રમવા જાય ત્યારે તેને ઘડિયાળ જોઈને જવા કહો અને તેને પરત આવવાનો નિશ્ચિત સમય જણાવી દો. જો તેને પરત આવવામાં દસ મિનિટ પણ મોડું થાય તો તમે તેને એ જરૂર બતાવો કે તું મોડેથી ઘરે આવ્યો છું, જેથી તે ફરીવાર એવી ભૂલ ન કરે.

વિશેષજ્ઞાની સલાહ

 તમે જાતે જ બાળકની દિનચર્યા નક્કી કરો કે, તેણે સવારે કેટલા વાગ્યે ઊઠવાનું છે. કેટલા વાગ્યે સૂવાનું છે, ક્યારે રમવાનું છે- ભણવાનું છે અને ક્યારે ટી.વી. જોવાનું છે. આપનું બાળક યોગ્ય રીતે પોતાની દિનચર્યાનું પાલન કરેએટલા માટે શરૂઆતમાં થોડાં દિવસો સુધી તમારે પણ ઘણી મહેનત કરવી પડશે. તમારે વારંવાર બાળકને યાદ અપાવવું પડશે કે હવે તારો ભણવાનો રમવાનો કે સૂવાનો સમય થયો છે. એ માટે તમારે તેની સાથે સખતાઈ પણ વર્તવી પડશે. પછી ધીમે ધીમે તે જાતે જ પોતાના કામો સમયસર કરતું થઈ જશે.

આ અંગે એક બાળ મનોવૈજ્ઞાનિક કહે છે કે, ‘જો કોઈ વ્યક્તિ સમયનો પાબંધી હોય અને પોતાનાં બધાં કામ ગભરાટ વગર અને યોગ્ય સમયે પૂરૂ કરતાં હોય તો એનો અર્થ એ છે કે તેને નાનપણથી જ ટાઈમ મેનેજમેન્ટ શીખવવામાં આવ્યું છે.સમય સંચાલનનો સીધો સંબંધ અનુશાસિત જીવનશૈલી સાથે હોય છે.

એક ખાસ ઉંમરની પછી બાળકોને અનુશાસિત કરવા બહુ મુશ્કેલ બની જાય છે. એટલા માટે અનુશાસિત જીવનની બુનિયાદ નાનપણથી જ પડી જવી જોઈએ. જો કોઈ વ્યક્તિને બાળપણથી જ યોગ્ય સમયે કામ પૂર્ણ કરવાની આદત ન હોય તો આગળ જતાં પોતાની પ્રોફેશનલ લાઈફમાં તેને ઘણી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

એક વખતે એક કામ

બાળકને ટીવીની સામે બેસીને કોઈ કામ ન કરવા દો. કેટલાક બાળકોને એવી આદત પડી ગઈ હોય છે કે તેઓ ટીવીની સામે બેસીને ભણે છે અને ત્યાં જ ખાય- પીવે છે.

આવાં બાળકો પોતાનું દરેક કામ વિલંબથી જ પૂરૂ કરે છે. કેમકે કામ કરતાં કરતાં તેમનું ધ્યાન ટીવી ભણી જ વધારે હોય છે. એટલા માટે બાળકમાં પહેલાંથી જ એક વખતે એક જ કામ કરવાની આદત વિકસિત કરો.

જો બાળક પોતાના કામમાં મોડું કરે તો તમે જે રીતે એને લઢો છો, તેવી જ રીતે જો તે પોતાનું કામ સમયસર પૂરૂ કરે તો તેને શાબાશી આપવાનું પણ ન ભૂલશો. એનાથી બાળક હંમેશા યોગ્ય સમયે પોતાનું કામ પૂરૂ કરવા માટે પ્રેરિત થશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com