મુંબઈ 6, એપ્રિલ
દીપિકા બોલિવૂડમાં લોકપ્રિય અભિનેત્રી તરીકે ઊભરી રહી છે પરંતુ વધતી જતી ગળાકાપ સ્પર્ધા વચ્ચે દીપિકા પણ હાલમાં તકલીફ અનુભવ કરી રહી છે. બોલિવૂડની નવી અભિનેત્રીઓ દીપિકા અને સ્થાપિત અન્ય અભિનેત્રીઓ કરતાં વધારે સેક્સી અને બોલ્ડ સીન આપવા તૈયાર થઈ છે, જેથી દીપિકા, કરીના અને કેટરિના જેવી અભિનેત્રીઓ સામે પડકાર ઊભા થઈ રહ્યા છે.
આવી સ્થિતિમાં દીપિકાનું કહેવું છે કે તે ભવિષ્યને લઈને વધારે ચિંતા કરતી નથી. હાલમાં તેની પાસે ઘણી ફિલ્મો છે. 'રેસ-૨' પણ દીપિકાને ઓફર કરાઇ હતી પરંતુ તેણે ચોક્કસ કારણોસર આ ફિલ્મ છોડી દીધી હતી. દીપિકા 'રેસ-૨'માં મોટી ગ્લેમરસ ભૂમિકા અદા કરવાની હતી. અબ્બાસ-મસ્તાને તેને આ રોલ માટે ચારથી પાંચ કિલો વજન ઉતારવા કહ્યું હતું અને તે માટે દીપિકા જિમમાં પણ જોડાઈ હતી. જોકે તેણે ચોક્કસ કારણોસર આખરે આ ફિલ્મ છોડી દીધી છે. 'રેસ-૨'ના શૂટિંગની તારીખોમાં દીપિકાની અન્ય ફિલ્મોનાં શૂટિંગ પણ હોવાથી તેણે 'રેસ-૨' છોડી હોવાનું ચર્ચાય છે.
દીપિકાનું કહેવું છે કે હોલિવૂડની ફિલ્મોમાં તેને વધારે રસ નથી અને તે પોતાની બોલિવૂડ કરિયરથી સંતુષ્ટ છે.