મુંબઈ 6, એપ્રિલ
એક્ટર, પ્રોડયુસર કમાલખાન ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયો છે. કમાલખાને જણાવ્યું છે કે આઇપીએલના ઉદ્ઘાટન સમારંભમાં કરીના બિલકુલ 'આન્ટી' જેવી લાગી રહી હતી. કરીના ચમકતા ડ્રેસમાં ડાન્સ કરી રહી હતી ત્યારે કોઇ મેદસ્વી આન્ટીને સ્ટેજ ઉપર ઉતારવામાં આવ્યા હોય તેમ મને જણાતું હતું. ફિલ્મો સતત નિષ્ફળ જવાથી કરીના હતાશ થઇ ગઇ હોય તેમ જણાઇ રહ્યું છે. કરીનાએ હવે જાણે નક્કી જ કરી લીધું છે કે તે સૈફ સાથે નિકાહ કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને બાય-બાય કરી દેશે. આ જ કારણે તે પોતાના ફિગર ઉપર ધ્યાન આપી રહી નથી. આઇપીએલના ઉદ્ઘાટન સમારંભમાં કરીના ઉપરાંત પ્રિયંકાનાં પર્ફોર્મન્સમાં પણ એનર્જી જોવા મળી નહોતી.